Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અયોધ્યા શ્રીરામ મંદિર શિલાન્યાસમાં જામનગરના આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજીને આમંત્રણ

સમગ્ર દેશના હિન્દુઓને દિપાવલી તરીકે દિપ પ્રગટાવીને ઉજવણી કરવા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના મુખ્ય આચાર્યનું આહ્વાન

પ્રથમ તસ્વીરમાં આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ, બીજી તસ્વીરમાં 'અકિલા'ના ફોટોગ્રાફર કિંજલ કારસરીયાને મુલાકાત આપતા આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ નજરે પડે છે.

જામનગર તા. ૩૦ : અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના આગામી ૫ ઓગસ્ટે શિલાન્યાસ મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના જુજ સંતો-મહંતોને આમંત્રણ મળ્યું છે. ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ના વર્તમાન આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ ને ખાસ આમંત્રિત કરાયા છે.

કૃષ્ણમણીજી મહારાજ વિશ્વભરમાં કરોડો અનુયાયીઓ ધરાવતા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની મુખ્ય આચાર્ય પીઠ શ્રી ૫ નવતનપુરી ધામના ૧૪માં ગાદીપતી છે. આ ધર્મની સ્થાપના વર્ષો પહેલા જામનગરમાં શ્રી દેવચંદ્રજી મહારાજે કરી હતી. અયોધ્યામાં આગામી પાંચ ઓગસ્ટે રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ જામનગરના આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણજી મહારાજ ને આમંત્રણ મળ્યું છે.

જામનગરમાંથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાજેતરમાં રામ જન્મભૂમિ મંદિર માટે પૌરાણિક ધાર્મિક સ્થળો અને જળાશયોના જળ અને માટીની પૂજન વિધિ કરી હતી તે પ્રસંગે પણ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પણ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ પ્રત્યે ભાજપના વર્તમાન વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર અને દ્વારકાના સદભાવના ઉપવાસ વખતે પણ આશીર્વાદ મેળવ્યા હતા અને તાજેતરમાં ફરી વખત વડાપ્રધાન તરીકે બીજી ટર્મમાંઙ્ગ શપથવિધિઙ્ગ દરમ્યાન પણઙ્ગ ખાસ આમંત્રણ મોકલાવ્યું હતું .

ભાજપમાંઙ્ગ હાલના કેબિનેટ પ્રધાનઙ્ગ આર.સી.ફળદુ, ભાજપના ધનસુખભાઈ ભંડેરી ઉપરાંતઙ્ગ અનેકઙ્ગ રાજકીય નેતાઓ તેમજઙ્ગ સામાજિક અગ્રણીઓ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ સાથે સંકળાયેલા છે. તેમજ કૃૃષ્ણમણીજી મહારાજના અનુયાયીઓ છે.

જામનગરના અકિલા પરિવારના ફોટો જર્નાલિસ્ટ કિંજલ કારસરીયા સાથે આગામી ૫ ઓગસ્ટના અયોધ્યામાં યોજાનાર શ્રી રામ જન્મભૂમિ મંદિર શિલાન્યાસના મળેલા આમંત્રણ અંગે ખાસ વાતચીત કરતા તેમણે ટેલિફોનિક આમંત્રણ મળ્યું હોવાને સમર્થન આપ્યું હતું.

હાલ જામનગરમાં આચાર્ય શ્રી૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ હાલ શ્રાવણી અનુષ્ઠાન કરી રહ્યા છે. તેમજ વિતક કથા પણ કરી રહ્યા છે. આગામી ૫ ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિ શિલાન્યાસ પ્રસંગે સમગ્ર હિંદુઓને દિપપ્રગટાવી દીપાવલી તરીકે ઉજવવા પણ આહવાહન કર્યું છે.

: અહેવાલ :

મુકુંદ બદિયાણી

: તસ્વીર :

કિંજલ કારસરીયા

જામનગર

(11:54 am IST)