Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજે નરેશભાઇ પટેલ સામાજિક - શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાતે

દિનેશભાઇ બાંભણીયા - યુવરાજસિંહ જાડેજા સહિતના ચર્ચા - વિચારણા કરશે : કાલે ભાવનગરમાં

આટકોટ તા. ૩૦ : શિક્ષિત બેરોજગારોના પ્રશ્નો મુદ્દે આજે બપોરે ૩ વાગ્યે શ્રી ખોડલધામ કાગવડના પ્રમુખ શ્રી નરેશભાઇ પટેલ સાથે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ મિટીંગ કરીને ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ મહાત્મા હોસ્ટેલ - કાલાવડ રોડ, પીડીએમ કોલેજ સહિતની મુલાકાત લેશે.

આ અંગે દિનેશભાઇ બાંભણીયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, કાલે ભાવનગરમાં માંધાતા સમાજના આગેવાનો તથા સામાજીક સંસ્થાના આગેવાનો - કાર્યકરો સાથે મિટીંગ કરીશું.

આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના કમિટિ ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ રાજકોટની અન્ય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ મુલાકાત લેશે. જનજાગૃતિ અભિયાનના ૩ દિવસ શહેરના વિદ્યાર્થીઓ સાથે પણ ખાનગી મીટીંગો બપોરે ૩ વાગ્યે સ્થળ સરદારધામ, રાજકોટ ખાતે મળશે તેમ દિનેશ બાંભણીયા ૯૯૧૩૫ ૮૦૯૮૦, યુવરાજસિંહ જાડેજા ૮૧૬૦૬ ૦૭૫૦૯ એ જણાવ્યું છે.

અત્રે ઉલ્લખેનીય છે કે, શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના બેનર નીચે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી છેલ્લા પાંચ વર્ષની પરીક્ષામાં ફકત નિમણૂંક બાકી હોય પરિણામ બાકી હોય અને અગાઉ જાહેર કરેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે.

ત્યારે નરેશભાઇ પટેલ અને સંસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ પણ એક સામાજિક તથા શૈક્ષણિક ઉત્થાન માટે કાર્ય કરી રહી છે તો પ્રશ્નોને વાચા આપવા માટે કોઇપણ માધ્યમથી આ વાતને સરકાર સુધી પહોંચાડી યોગ્ય ઉકેલ આવે તેના માટે રજૂઆત કરવા શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ માંગણી કરશે.(

(12:46 pm IST)