Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અશ્લીલ વિડીયો મેમ્બર ઓફ ડિસ્ટ્રીકટ પંચાયત ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં મૂકાયા બાદ હજુ સુધી ફરીયાદ ન થઇ

વેરાવળ, તા. ૩૦ : ગીર સોમનાથ જીલ્લા ભાજપ ગ્રુપમાં સવારે અચાનક અશ્લીલ વીડીયો વોટસેપ ગ્રુપમાં વાયરલ થતા ભારે ખળભળાટ મચેલ હતો અનેક મહીલાઓ આ ગ્રુપમાંથી બહાર નિકળી ગયેલ હતી.

ગીર સોમનાથ જીલ્લા પંચાયતના મહીલા સભ્યના પિતા દ્વારા વોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડીયો મૂકાયેલ હતો આ ગ્રુપમાં જીલ્લાના અનેક આગેવાનો અને મહીલા પ્રમુખો તથા કાર્યકરો સામેલ હતા. અચાનક આ વીડીયો આવતા ભારે ખળભળાટ મચેલ હતો અને તાત્કાલીક મહિલાઓ આ ગ્રુપમાંથી બહાર નિકળી ગયેલ હતી.

વોટસેપ ગ્રુપમાં તાજેતરમાં પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયેલા સી.આર. પાટીલનો નરેન્દ્ર મોદી સાથે ફોટો પણ ગ્રુપ આઇકોન તરીકે રાખેલ છે અને આમાં લખાયેલ હતું મેમ્બર ઓફ ડીસ્ટ્રીકટ પંચાયત ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં આખો દિવસ આજ ચર્ચા રહેલ હતી પણ સાંજ સુધી વીડીયો મૂકનાર સામે કોઇ કાર્યવાહી થયેલ નોતી.

(12:54 pm IST)