Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

કેશોદ ૧૮૧ અભયમ ટીમની સમજાવટથી દીકરીઓને માતાનો પ્રેમ અને પતિને સહારો મળ્યો

કેશોદ,તા.૩૦ :  કેશોદની ૧૮૧ અભયમમાં એક દીકરીનો ફોન આવ્યો કે  મમ્મી મામાના ઘરે છેલ્લા ૪ મહિના થી રિસામણે છે.  મમ્મી એમને જોઈએ છે. તમે  મદદ કરો તેથી ૧૮૧માં ફરજ બજાવતા કાઉન્સેલર ધોળિયા મનીષા, જીઆર્ડી જયશ્રીબેન અને પાયલોટ પ્રદીપભાઈ સ્થળ પર પહોંચ્યા અને નાની નાની દીકરીઓને મળ્યા. તે ૩ બહેનો છે ફોન કરનાર હેત્વી ૧૩ વર્ષની નાની બહેન ૯ વર્ષની અને નાની બહેન ૪ વર્ષની તે તેમની મમ્મી પાસે છે. હેતવીના પપ્પા એ વિનતી કરી કે મારા પત્નીને મનાવીને લઇ આવો મારી જે કાંઈ ભૂલ થઈ છે તે સ્વીકારવા તૈયાર છું.

૧૦૮ અભિયમની ટીમ તે મહિલાના ભાઈના ઘરે પહોંચી અને મહિલાનું કાઉસેલિંગ કર્યુ તો જણાવેલ કે મારા પતિ વારંવાર શંકા કરતા,કોઈ સામાજિક પ્રસંગોમાં રોક ટોક કરતા તેમજ હાથ પણ ઉપાડી લેતા તેથી કંટાળીને મારા ભાઈના ઘરે પિયર આવી ગઈ હતી. મારે ૩ દીકરીઓ છે. મારે પણ મારી દિકરીઓ ને પ્રેમ આપવો છે અને પતિનો સાથ પણ જોઈએ છીએ.

 અભિયમ ૧૦૮ની   ટીમે ફરીવાર તેમના પતિની મુલાકાત લઈ ને સમજાવ્યા અને ગામના વિશિષ્ટ વ્યકિતઓ ની સાક્ષીમાં તે મહિલા ના પતિ પોતાની ભૂલ સ્વીકારી તેમજ લેખિતમાં લખાણ આપેલું કે આજ પછી આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપુ છું. મારી પત્ની મારી દિકરીઓ માટે મને માફ કરી દે. ત્યારબાદ તે મહિલા તેમની દિકરીઓ અને પતિ સાથે રાજી ખુશીથી જવા તૈયાર થયા. આમ ૧૮૧ અભયમના સફળ પ્રયાસોથી દીકરીઓને માતાનું વાત્સલ્ય અને પતિ ને પત્નીનો સાથ મળ્યો.

(12:56 pm IST)