Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી : ગર્ભમાં જ બાળકનું મૃત્યુ : પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો દોડ્યા : તબીબ સામે ગુન્હો દાખલ કરવા રજૂઆત

લતીપરની સગર્ભા વહેલી સવારે પહોંચી પરંતુ કોઈ હાજર નહોતું : ડોકટર મોડા આવતા બાળકનું મૃત્યુ

ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીના કારણે ગર્ભ માંજ બાળકનું મૃત્યુ થતા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ  ધ્રોલ તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા અને સરપંચ સંગઠન ના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા દોડી ગયા હતા પ્રાપ્તીય વિગત મુજબ ધ્રોલ તાલુકા ના લતીપર ગામ ના મજૂરી કામ કરતા  ભરતસિંહ હરમલસિંહ ના પત્ની સગર્ભા હોય અને રાતે ૩.૩૦ વાગે અચાનક પેટ માં દુખાવો ઉપાડતા તાત્કાલિક ધોરણે લતીપર ખાતે હોસ્પિટલ જતા ત્યાં કોઈ ડોક્ટર હાજર ના હોવા થી ૧૦૮ બોલાવી તેવો ને ધ્રોલ સરકારી હોસ્પિટલ મોકલેલ સવારે ૫.વાગ્યાં આસપાસ ધ્રોલ હોસ્પિટલ પોહચેલ પરંતુ ત્યાં પણ કોઈ હાજર ના હતું થોડી વાર માં એક નર્સ આવેલ અને તેવો ની એન્ટ્રી કરી બહાર બેસો ડોક્ટર આવે એટલે બોલવું પરંતુ કોઈ ડોક્ટર આવેલ નહિ અને ફરી વાર પેટ માં  દુખાવો અને ઉલ્ટી થવા થી નર્સ ને જાણ કરતા તેમના પત્નીને રૂમ માં લય ને સુવડાવી દેવા માં આવ્યા અને તેમ છતાં કોઈ ડોક્ટર આવેલ નહિ સવારે ૯ વાગ્યાં આસ પાસ ડોક્ટર આવેલ અને તેમના પત્ની ને ડિલિવરી માટે લય ગયેલ અને ડિલિવરી દરમ્યાન બાળક નું પેટ માંજ મૃત્યુ થયેલ નું  ડોક્ટર એ જાણવેલ ત્યાર બાદ તુરંત ધ્રોલ તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા આવી જતા તેવો ની હાજરી માં પોલીસ ને જાણ કરી બોલાવેલ અને ભરતસિંહ દ્વારા ડોક્ટર ની ભૂલ અને ગેર હાજરી ના હિસાબે તેવો ના બાળક નું મૃત્યુ થયું છે તેવું જણાવેલ અને પોલીસ ને ડોક્ટર વિરુદ્ધ કાયદેસર ની કાર્ય વાહી કરી ગુન્હો દાખલ કરવા જાણવેલ
 

(8:27 pm IST)