Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

શ્રી ચામુંડા યુવા ગ્રુપ તથા વનીકરણ વિભાગના સહયોગથી

મુખ્યમંત્રીના જન્મ દિવસે ચોટીલા - તાલુકાના ગામોમાં ૬૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવાશે

પ્રદેશ યુવા ભાજપના મંત્રી જયભાઇ શાહ તથા બળવીરભાઇ ખાચરના નેતૃત્વમાં અનેક સંસ્થાઓ કાર્યક્રમમાં જોડાશે

રાજકોટ તા. ૩૦ : ચોટીલા માં શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા આયોજીત તથા સામાજીક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર જીલ્લાના સહયોગથી ૨ ઓગસ્ટ ના રોજ રાજયના જનપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ ના જન્મદિવસ નિમિતે એક જ દિવસમાં ચોટિલા શહેર તથા તાલુકાના ગામોમાં ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ રેકોર્ડ બનાવાનો ઐતિહાસિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઐતિહાસિક કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળશે.

પ્રદેશ યુવા ભાજપના મંત્રી જયભાઈ શાહ તથા સંસ્થાના પ્રમુખ બળવિરભાઇ ખાચર બંને યુવાનોના નેતૃત્વમાં ચોટીલા શહેર તથા ગામોની અનેક સંસ્થાઓ આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનીને ચોટીલામાં એક લોક જુંબેશ ઉભી કરેલી છે... 'આપણું ચોટિલા હરિયાળું ચોટીલા'ના મંત્ર સાથે લોકો મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસને કંઇક અલગ રીતે ઉજવાની નેમ સાથે જોડાઈ રહયા છે. આ કાર્યક્રમને સફળ બનાવા માટે સનશાઈન સ્કુલ પરિવાર, રામ-રહીમ સેવા ફાઉન્ડેશન, સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ, ક્રિષ્ના ગ્રૂપ, આંબલી ચોક મિત્ર મંડળ, સહીતની અનેક સંસ્થાઓ સાથે મળીને શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપના નેતૃત્વમાં આ મહાયજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે.

આ કાર્યક્રમમાં રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રસિદ્ઘ મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, શ્રી રામ કુમાર, IFS અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સામાજીક વનીકરણ વિંગ ગુજરાત રાજય વિશેષ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચામુંડા માતાજી યુવા ગ્રૂપમાં ચિરાગભાઈ શાહ, અરજણભાઇ ખાંભલા, દિગ્વિજયસિંહ રાઠોડ, ભુપતભાઈ ધાધલ, કુલજીતભાઈ ખાચર, વાઘાભાઈ, પ્રવીણભાઈ જાંબુકિયા, મેહુલભાઈ ખંધાર, મોહિતભાઇ પરમાર, મોશીનખાન પઠાણ, ફૈઝલ વાળા, જયદીપભાઈ પરાલિયા, અતુલભાઈ કોટક, રસિકભાઈ મેટાલિયા, હિતેશભાઈ સહિતના મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ વિશ્વ રેકોર્ડના ઐતિહાસિક કાર્યક્રમને રાજકોટના દેવાર્ષિભાઈ પાઠકની ટીમ હાટકેશ ફોટો કેમેરામાં કંડારવાની છે.

(10:10 am IST)