Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગુજરાતના ધારાસભ્યોને અપાતી રૂ.પાંચ કરોડની ગ્રાંટ પુનઃ ચાલુ કરવા માંગણી

પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકીની વિધાનસભામાં રજૂઆત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૩૦ : હાલમાં વિધાનસભા નું સત્ર કોરોનાની મહામારી વચ્ચે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારો ના પ્રશ્નો વિધાનસભામાં મૂકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય પણ પોતપોતાના મત વિસ્તારો ના પ્રશ્નો અને માંગણીઓ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ મૂકી રહ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ધારાસભ્ય પોતાના મત વિસ્તારો ઉપરાંત સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા નો વિકાસ થાય તેવા પ્રશ્નો હાલમાં વિધાનસભામાં ચાલુ સત્રમાં મૂકી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ ક્ષેત્ર નો વિકાસ થાય તે હેતુથી પાટડી ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી દ્વારા વિધાનસભામાં રજૂઆત  કરી હતી કે કોરોનાની મહામારી વચ્ચે ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટો બંધ કરી દેવામાં આવતા  જિલ્લા તાલુકાના વિકાસ કામો અટકી ગયા છે.

વિધાનસભામાં સોલંકી એ જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય એક રૂપિયો પગાર લઈને અમારી ફરજ નિભાવવા તૈયાર છીએ પરંતુ સરકાર દ્વારા જે ગ્રામીણ વિસ્તારો ના વિકાસ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી તે ફરીથી ફાળવવામાં આવે ત્યારે સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ખોટા ખર્ચાઓ બંધ કરી ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થાય તેવા પગલાઓ સરકાર દ્વારા ભરવામાં આવે તેવી સોલંકી દ્વારા વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી હતી.

(11:19 am IST)