Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જસદણના વેપારીઓ સાથે ૧પ લાખની છેતરપીંડી કરનાર ઠગ ટોળકીના ૪ પકડાયાઃ ૪ની શોધખોળ

લીલાપર ગામેથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધાઃ પકડાયેલ ૪ શખ્સોમાં ૩ શખ્સો સરધારના છેઃ એક શખ્સ મુંબઇનોઃ ૧.પ૧ લાખનો મુદામાલ કબ્જે : ઠગ ટોળકીના સુરેશ ઇટાળીયા, નિલેશ મહાજન, પ્રદીપ સોની તથા બરોડાના રાજૂની શોધખોળઃ સરધારનો નિલેશ મહાજન અગાઉ રાજકોટમાં ચાંદીના છેતરપીંડીમાં ગુન્હામાં પકડાઇ ચૂકયો છે ઠગ ટોળકીએ વિસનગરમાં પણ છેતરીંડી કરી'તી

રાજકોટ તા. ૩૦ :.. જસદણના ૭ થી ૮ વેપારીઓ સાથે ૧પ લાખની છેતરપીંડી કરનાર ઠગ ટોળકીના ૪ સાગ્રીતોને જસદણ પંથકમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે  ઝડપી લીધા છે. જયારે મુખ્ય સુત્રધાર સહિત ૪ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણના ૭ થી ૮ વેપારીઓ પાસેથી ૧પ લાખનો માલ-સામાન લઇ છેતરપીંડી કરનાર ઠગ ટોળકી સામે જસદણ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. અજયસિંહ ગોહીલ તથા ટીમે આ ઠગ ટોળકીનું પેગરૂ દબાવતા આ શખ્સો જસદણના લીલાપુર ગામે આવ્યા હોવાની બાતમી મળતા ત્યાં છાપો મારી ઠગ ટોળકીના મયુરસિંહ ઉર્ફે મયુર ચંદ્રસિંહ જાડેજા રે. સરધાર કણબીવાડ શેરી, મહમદમની ઉર્ફે મુનીયો ઉર્ફે અમીત પટેલ રીયાઝભાઇ ખોખર રે. સ્વામીનારાયણ હોસ્પીટલ સામે સરધાર, મહેશ ઉર્ફે મેતો ઉર્ફે મહાજન બાબુલાલ થડેશ્વર રે. પોસ્ટ ઓફીસવાળી શેરી સરધાર, તથા યોગેશ હસમુખભાઇ ધોરડા રે. કાંદીવલી મુંબઇ મુળ ગામ બગસરાને ઇલેકટ્રીક પંખા, ઇલેકટ્રીક વજન કાંટા, સોફાસેટ નંગ-૮ તથા ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. ૧.પ૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

પકડાયેલ ઠગ ટોળકીના સાગ્રીતોએ જસદણમાં ભાડાની દુકાન રાખી પેઢી ઉભી કરી અલગ અલગ વેપારીઓ પાસેથી ૧પ લાખ રૂપિયાનો માલસામાની ખરીદી કરી દુકાન બંધ કરી નાસી છુટયા હતાં. આ ઠગ ટોળકીમાં સુરેશ ઇટાળીયા, નિલેશ મહાજન રે. સરધાર, પ્રદીપ સોની તથા બરોડાનો રાજુ નામનો શખ્સ સામેલ છે. મુખ્ય સુત્રધાર સહિતના આ ચારેય શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઠગ ટોળકીમાં ાસમેલ સરધારનો નિલેશ મહાજન અગાઉ રાજકોટમાં ચાંદીના છેતરપીંડીના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.

આ ઠગ ટોળકીએ રાજકોટ જીલ્લાના જસદણ તેમજ મહેસાણાના વિસનગરમાં પણ અનેક વેપારીઓ સાથે છેતરપીંડી કર્યાનું ખૂલ્યું ઠગ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિતના શખ્સો પકડાયા બાદ ચોંકાવનારી વિગતો ખુલે તેવી વકી છે.

(12:33 pm IST)