Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

અમરેલીમાં જિલ્લા પંચાયત કર્મચારી સંઘના હોદેદારોની મીટીંગ યોજાઇ

રાજય કક્ષાના હિસાબી સંવર્ગના કર્મચારીની હોદેદારો તરીકે નિમણુંક કરાઇ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૩૦: ગુજરાત પંચાયત વિભાગનાં બિન રાજય પત્રીત હિસાબી કર્મચારી મહા સંઘ ગુજરાતના નવાં નિયુકત કરવામાં આવેલ પ્રમુખ જયવિર સિંહ જાડેજા નાં અધ્યક્ષસ્થાને મળેલી સર્કિટ હાઉસ અમરેલી ખાતે મીટીંગમાં ઉપસ્થિત મહાનુભાવો અને હોદેદારો અને અધિકારીશ્રીઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જોષી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા અને હિસાબી અધિકારીશ્રી સિધ્ધિ બહેન મહેતા અને હિસાબી કેડરમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતાં...

આ મીટીંગમાં સંચાલન સંદિપ પંડ્યા, સંજયભાઈ મહેતા, કેતનભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત અમરેલી હિસાબી કર્મચારી સંઘના તમામ કર્મચારીઓ અને હોદેદારોશ્રી એ કરેલ હતું..

આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર અને અમરેલી જિલ્લાનાં રાજકીય અગ્રણી કૌશિકભાઈ વેકરીયા અને ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને અધિકારીશ્રીઓ એ શુભેચ્છાઓ પાઠવી હતી...

ત્યારબાદ પ્રમુખ શ્રી જયવિર સિંહ જાડેજા કચ્છ ભુજનાં અધ્યક્ષસ્થાનેથી નવાં હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી હતી જેમાં અમરેલી જિલ્લા પંચાયતના હિસાબી કર્મચારી સંઘના પ્રમુખ અને રાજય કક્ષાના કન્વિનર એવાં સંદિપ પંડ્યા ને રાજય કક્ષાના હિસાબી સંવર્ગના કર્મચારી મહા સંઘ ગુજરાતમાં ઉપ પ્રમુખ  તરીકે તેમજ લીગલ એડવાઈઝર તથા મીડિયા સેલ કન્વિનર તરીકે નિમણુંક કરવામાં આવી હતી અને શ્રી કેતનભાઈ દેસાઈ ડીવીઝનલ એકાઉન્ટન્ટને રાજય કક્ષાના હિસાબી સંવર્ગના કર્મચારી મહા સંઘ ગુજરાતમાં સંગઠન મંત્રીશ્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી...

આ મીટીંગ માં ઉપસ્થિત સંતો મહંતો એ આશીર્વાદ આપ્યા હતા...

અને છેલ્લે મીટીંગ નાં અંતે ઉપસ્થિત રહેનાર તમામ નો સંદિપ પંડ્યા અને ટીમ અમરેલી વતી આભાર વ્યકત કર્યો હતો.

વિશેષમાં મીડિયા નાં તમામ પ્રતિનિધિ ઓ દ્વારા આપવામાં આવતા સાથ અને સહકાર બદલ પણ આભાર વ્યકત કર્યો હતો....

(12:41 pm IST)