Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ભુજમાં ૩.૪૨ લાખના એમડી ડ્રગ્‍સ સાથે બંગાળી મહિલા ઝડપાઈ

કચ્‍છના દારૂ ઉપરાંત ડ્રગ્‍સનું વધતું ચલણઃ મુંબઈથી માલ લઈ ભુજમાં વેંચાણ કરતી હતી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૧:  દારૂ પછી હવે ડ્રગ્‍સની બદી સમગ્ર કચ્‍છમાં ફેલાઈ રહી છે. હાઈ વે હોટલો ઉપર ગાંજાનું વેંચાણ થઈ રહ્યું છે. પોલીસ અવારનવાર દારૂ અને ડ્રગ્‍સ વેચનાર સામે કાર્યવાહી કરતી રહે છે. દરમ્‍યાન ભુજમાં કેફી દ્રવ્‍ય વેચવાના ગુનામાં બંગાળી મહિલા ઝડપાયાના સમાચારે ચકચાર સર્જી છે. પશ્‍ચિમ કચ્‍છ એસઓજી પોલીસે છટકું ગોઠવીને રેશમા ક્રિષ્‍ના મંડલ નામની ૩૪ વર્ષીય બંગાળી મહિલાને એમડી ડ્રગ્‍સ સાથે ઝડપી પાડી છે. ડમી ગ્રાહક મોકલી પોલીસે ભુજના માધાપર ખાતે મધ્‍યે રહેતી રેશમા પાસે ૫ હજાર રૂ.નું ડ્રગ્‍સ લેવા ગયેલા ડમી ગ્રાહક ને ડિલિવરી કરતી વખતે પોલીસે ઝડપી પાડી હતી. તેનું પાસેથી ૩૪.૨ ગ્રામ એમડી ડ્રગ્‍સ કી. રૂ. ૩ લાખ ૪૨ હજાર સાથે ઝડપી વધુ પૂછપરછ કરતાં તેણીએ આ ડ્રગ્‍સ મુંબઈ બાંદ્રા ના એક શખ્‍સ પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે નાર્કોટિક્‍સ એક્‍ટ હેઠળ આ મહિલાની સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

(10:07 am IST)