Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ભાવનગરમાં કમ્‍યુનિટી ન્‍યુટ્રીશન માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

ભાવનગર તા.૩૧ : આ ભાવનગર ખાતે પ્‍લાન ઇન્‍ટરનેશનલ દ્વારા શ્નજીક્ર ઈચ ચાઈલ્‍ડ' પ્રોજેક્‍ટ અંતર્ગત ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત કમ્‍યુનિટી ન્‍યુટ્રિશન વર્કર અને બ્‍લોક ઓફિસર માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું. આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત પ્‍લાન ઇન્‍ટરનેશનલ ના મહારાષ્ટ્રના સ્‍ટાફે પણ ભાગ લીધો. reckitt ના સહયોગ અને વિચારધારા આધારિત અનેᅠ પ્‍લાન ઇન્‍ટરનેશનલ દ્વારા અમલિત આ પ્રોજેક્‍ટનો ઉદેશ્‍ય ગર્ભ થી શરૂ કરીને માતા તથા નવજાત શિશુની ૧૦૦૦ દિવસની સફર સુધી સાર અને સંભાળ પૂરી પાડવાનો છે. આરોગ્‍ય, સ્‍વચ્‍છતા અને પોષણ ને મુખ્‍ય કેન્‍દ્ર રાખી અમલિત આ યોજના ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લા ના ૫૦ ગામોમાં અમલીકરણ હેઠળ છે. જેને ભવિષ્‍યમાં જિલ્લાના અન્‍ય તમામ ગામો અને ગુજરાતના અન્‍ય જિલ્લાઓમાં પણ વિસ્‍તારવામાં આવશે.ᅠ

કાર્યક્રમમાં વિભાવરીબેન દવે અને કીર્તિબેન દાણીધરીયા, મેયર રાજુભાઈ રાબડીયા, કોર્પોરેટરહરેશભાઇ પરમાર (સામાજિક અગ્રણી) ઉપસ્‍થિત રહયા હતા.

આ તાલીમમાં હાજર તાલીમાર્થીઓને SAM, MAM બાળકો વિષે તથા ગર્ભવતી મહિલાઓ અને નવજાત શીશુંઓને પ્રથમ ૧૦૦૦ દિવસ વિવિધ સમસ્‍યાઓ દરમિયાન કેવી રીતે મદદરૂપ થવું અને કેવી રીતે કુપોષિત અને અતિકુપોષિત બાળકો ને કુપોષણમુકત કરવા તે વિષે આ ક્ષેત્રના નિષ્‍ણાંત ડો. નિલેશભાઈ ઠાકોર (GMERS મેડિકલ કોલેજ, વડનગર) અને  હિમાચલ ભુટક (મોડ ઇન્‍ડિયા) દ્વારા તાલીમ આપવામાં આવી.

તાલીમાર્થીઓને જરૂરી જ્ઞાન અને કૌશલ્‍યથી સજ્જ કરવાના ઉદેશ્‍ય સાથે આયોજિત તાલીમમાં વિવિધ મોડ્‍યુલ, હેન્‍ડબુક, સ્‍લીપબુક અને હેન્‍ડબુકનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે વિષે સમજાવવામાં આવ્‍યું. તાલીમ પ્રસંગે પલાણ ઇન્‍ટરનેશનલ દિલ્‍હીથી શ્નજીક્ર ઈચ ચાઈલ્‍ડ' પ્રોજેક્‍ટના ચીફ ઓફ પાર્ટ્ટી ડો. કોમલ ગોસ્‍વામી, સ્‍ટેટ ઉપસ્‍થિત રહયા હતા. તાલીમને અંતે તાલીમાર્થીઓને સર્ટીફિકેટ, ટેબ્‍લેટ, તાલીમ ગેમ્‍સ અને ફસ્‍ટ એડ કિટ માનનીય મેયર શ્રી કીર્તિબેન દાણી દાણીધરીયા, મેયર શ્રી ભાવનગર મહાનગરપાલિકા ના હસ્‍તે આપવામાં આવ્‍યા.

(10:46 am IST)