Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ભાવનગર પાસે ૧૨ાા લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ ગયો

ભાવનગર,તા. ૩૧: એલ.સી.બી. પોલીસ કાફલો ગત રાત્રીના વલભીપુર પોલીસ મથક વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ઢસા ગામથી વિદેશી દારૂનો મોટો જથ્‍થો ભરેલ આઇસર ટ્રક વલભીપુર તરફ આવી ગયો છે. જે બાતમીના આધારે એલ.સી.બી.સ્‍ટાફે લાખણકા ગામના ઢાળ પાસે વોચમાં રહીને બાતમી વાળો આઇસર ટ્રક નં. જી.જે. ૧૦ - ટીટી ૮૫૪૬ ને અટકાવી ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની ૨૯૮ પેટી, કિં. રૂ. ૧૨,૫૦,૪૬૦ મળી આવતા એલ.સી.બી.એ વિદેશી દારૂનો જથ્‍થો, આઇસર ટ્રક, મોબાઈલ ફોન, એરટેલ કંપનીનું રાઉટર મળી કુલ રૂ. ૧૬,૬૧,૪૬૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક છગનલાલ મનુ ની ધરપકડ કરી તેની વિરુદ્ધ વલભીપુર પોલીસ મકતમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો.ᅠ

વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે ઝડપાયેલ ચાલકની પૂછપરછ કરતા દારૂનો આ જથ્‍થો લેવા માટે ભાવનગરના યોગેશ ચેલારામે તેને ઢસા બોલાવ્‍યો હોવાનું અને ઢસાથી વિદેશી દારૂનો જથ્‍થો લઈને તેઓ નીકળ્‍યા હતા અને ટ્રકના આગળના ભાગે યોગેશ ચેલારામ તેની કારમાં પાયલોટિંગ કરતો હોવાનું જજણાવ્‍યું હતું.જો.કે પોલીસે ટ્રકને રોકતા યોગેશ કારમાં ફરાર થઈ ગયો હતો.

(10:46 am IST)