Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

લખતરના ઓળક ગામે ગોડાઉનમાં આગ : બે હજાર જેટલા જુવારના પુરા બળીને ખાખ

વઢવાણતા. ૩૧ : લખતર વિરમગામ હાઇવે પર આવેલ ઓળક ગામે આજ સવારે કોઈ અગમ્‍ય કારણોસર ગોડાઉન મા આગ લાગી હતી.જિલ્લા પંચાયત આરોગ્‍ય ચેરમેન વશતબેન જગદીશભાઈ મજેઠીયાના ઓળક ગામે આવેલ ગોડાઉનમા પશુઓને ખવડાવવામાં આવતા જુવારના પુળા ભરેલા હતા.અચાનક આગ લાગતાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.બનાવને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને ગામલોકો દ્વારા ગોડાઉન ની બાજુમાં આવેલ ગટર માંથી પાણી લઈ આગ બુઝાવવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હતો છતાં આગ કાબુમાં નહીં આવતા બનાવની જાણ સુરેન્‍દ્રનગર ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેને લઇને દુધરેજ ફાયર બ્રિગેડની ટીમ ચીફ ઓફિસર સાગર રાડિયા ફાયર ઓફિસર જય પટેલ ડાઇવર કમ પંપ ઓપરેટર અશોક સિંહ ફાયર મેન શકિતસિહ સિધ્‍ધરાજસિહ રેવર ઘટનાસ્‍થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.લાગેલ આગમાં પશુઓને ખવડાવવામાં આવતા અંદાજે ૧૫૦૦ જેટલા પુળા સળગી જવા પામ્‍યા હતા.

(11:45 am IST)