Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

કચ્‍છમાં શોક : મધ્‍યપ્રદેશ સરકાર દ્વારા મૃતકોના પરિવારોને મધ્‍યપ્રદેશ સરકાર દ્વારા ૫ લાખની સહાય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ : ઇન્‍દોર ખાતે ગઈકાલે બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ઘસી પડી હતી. જેમાં અત્‍યાર સુધીમાં પચાસથી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટનાના કચ્‍છ જિલ્લામાં પણ ઘેરા પ્રત્‍યાઘાત પડયા છે. આ દુર્ઘટનામાં મૂળ કચ્‍છના એવા નખત્રાણા તાલુકાના વતની એવા ૧૧ જણ ના પણ મોત નિપજયાના અહેવાલ છે. જેને પગલે સમગ્ર કચ્‍છમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મધ્‍યપ્રદેશ સરકાર દ્વારા ઘટના અંગે તપાસના હુકમ કરવામાં આવ્‍યા છે. દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા લોકોના પરિજનોને રાજય સરકારે પાંચ પાંચ લાખની સહાય કરવાની પણ જાહેરાત કરી છે.

દુર્ઘટનામાં જયાં એક તરફ પચાસથી વધુ લોકોની મોતની આશંકા સેવાઈ રહી છે ત્‍યારે તેમાં કેટલાક નસીબદાર પણ છે જેઓ બચી ગયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ જેમનો બચાવ થયો છે તેમાં જયોતિ પટેલ, શાંતા પટેલ, ભાવેશ પટેલ, પંકજ પટેલ, કનક પટેલ, વગેરેનો સમાવેશ થાય છે.

(12:17 pm IST)