Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

આભાર વ્‍યકત કરતું ઝુલેલાલ સેવા ટ્રસ્‍ટ-જૂનાગઢ

જૂનાગઢ,તા. ૩૧ : શહેરમાં છેલ્લા ૪૮ વર્ષથી ઝુલેલાલ સેવા ટ્રસ્‍ટ ફુલીયા હનુમાન રોડ દ્વારા ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આ ટ્રસ્‍ટ દ્વારા ચેટીચાંદ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

શોભાયાત્રામાં ૪૪ થી વધુ ફલોટસ અને ઝાંખીનું શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં એરીયાવાઇઝ તેમજ આસપાસના શહેર વિસ્‍તારમાં ફલોટ્‍સ બનાવવામાં આવ્‍યા હતા. જે રેલ્‍વે સ્‍ટેશનેથી શરૂ થઇ શહેરના સુખનાથ ચોક, આઝાદ ચોક, પોસ્‍ટ ઓફીસ રોડ, એમ.જી. રોડ, કાળવા ચોક થઇને ઝુલેલાલ મંદિર ગિરનાર દરવાજે પૂર્ણ થયેલ હતી. શોભાયાત્રા દરમ્‍યાન જૂનાગઢ શહેર સમસ્‍ત સિંધી સમાજ દ્વારા શોભાયાત્રાના રૂટ ઉપર અલગ અલગ સ્‍થળોએ ઠંડા પીણા, પ્રસાદી વગેરેની ખૂબ જ સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં સહયોગી થનાર સમસ્‍ત સિંધી સમાજ, મિડીયા વર્તુળ, જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાને સુચારૂ બનાવનાર પોલીસબેડાનો આ ટ્રસ્‍ટ શ્રી ઝુલેલાલ સેવા ટ્રસ્‍ટ ફુલીયા હનુમાન-જૂનાગઢ તરફથી આભાર વ્‍યકત કરવામાં આવેલ છે.

સુંદરકાંડના પાઠ યોજાશે

જૂનાગઢમાં જગન્‍નાથજી રથયાત્રા સમિતિ દ્વારા તા. ૨ એપ્રિલને રવિવારે ગંધ્રપવાડા વિસ્‍તારમાં સાંજે ૬ થી ૮ વાગે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્‍યું છે.

(12:47 pm IST)