Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

મેંદરડામાં જુગાર રમતા ચાર શખ્‍સો ઝડપાયા

પોલીસે રૂા. ૩૨૦૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો

 

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૩૧ : મેંદરડામાં જુગાર રમતા પોલીસે ચાર શખ્‍સોને રૂા. ૩૨૦૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

મેંદરડાના સામાકાંઠા વિસ્‍તારમાં આવેલ ફોરેસ્‍ટ ઓફિસની બાજુમાં બાવળનાં ઝાડ નીચે જુગાર ખેલાતો હોવાની જાણ થતાં પોલીસે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે મેંદરડાના પ્રતાપ કાંતી પરમાર, નટુ લક્ષ્મીદાસ પરમાર, ચિરાગ હર્ષદ માવાણી અને હિમાંશુ ગોરધન વઘાસીયાને રૂા. ૨૦૫૦ની રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ બે મોબાઇલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂા. ૩૨૦૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરી તમામની સામે કાર્યવાહી કરી હતી.

(12:46 pm IST)