Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ટંકારામાં સમસ્‍ત હિન્‍દુ સમાજ દ્વારા રામ જન્‍મોત્‍સવની ઉજવણી, શોભાયાત્રાનું રંગોળી, પુષ્‍પવર્ષા, ઠંડા પીણાથી ઠેરઠેર સ્‍વાગત

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારાઃ ટંકારા માં સમસ્‍ત હિન્‍દુ સમાજ દ્વારા રામ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરાયેલ છે.

ટંકારાનો દેરીનાકા રોડ, મેઇન બજાર, દેરાસર રોડ , ત્રણ હાટડી શેરી, લોવાસ, ગાયત્રીનગર , સહીત તમામ બજારો શેરીઓ  કેસરી ધજા પતાકા તથા કમાનોથી શણગારાયેલ. દયાનંદ ચોકમાં  રોશની કમાનો તથા વિશાળ બેનરો દ્વારા શણગારાયેલ.

સવારે શોભાયાત્રા નો પ્રારંભ શ્રીરામના ફલોટ સાથે લક્ષ્મીનારાયણ સોસાયટી થી શરૂ થયેલ. તે દેરીનાકા રોડ, દેરાસર રોડ લક્ષ્મીનારાયણ શેરી, ત્રણ હાટડી આર્ય સમાજ , લો વાસ, ઘેટીયાવાસ થઈ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પૂર્ણ થયેલ. જય શ્રી રામના નારાથી ટંકારા ને બજારો શેરીઓ ગુંજી ઉઠેલ. શોભાયાત્રામાં ધ્રુવ નગર રાજવી પરિવારના આનંદ રાજા ટંકારા તાલુકાના સરપંચો આગેવાનો ઉપદેશક વિદ્યાલય તથા આર્ય સમાજના આગેવાનો કાર્યકરો સહિત સમસ્‍ત હિન્‍દુ સમાજના લોકો કેસરી સાફો પહેરી તથા કેસરીધજાઓ સાથે શોભાયાત્રામાં જોડાયેલ.   ટંકારા ના વેપારીઓએ સ્‍વૈચ્‍છિક પોતાના વેપાર દુકાનો બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા.

   શોભાયાત્રા નું ઠેર ઠેર ઠંડા પીણા, દૂધ કોલ્‍ડ ડ્રિંક્‍સ, છાસ થી સ્‍વાગત કરાયેલ.ત્રણ હાટડી શેરીમાં રહેવાસીઓએ શોભાયાત્રાના રૂટમાં રંગોળીઓ બનાવી તથા અગાસી માંથી બહેનો દ્વારા ગુલાબની ફૂલના પાંદડીઓ વરસાવી સ્‍વાગત કરેલ.દયાનંદ ચોકમાં યુવાનોએ,બહેનોએ રાસ રમેલ.

   શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રામ જન્‍મોત્‍સવની  ઉજવણી કરાયેલ. દહીં તથા પંજરી ની પ્રસાદી અપાયેલ.    શોભાયાત્રા માં જોડાયેલ ભાવીકો માટે ટંકારા ના ચિત્રકૂટ ધામ ખાતે કિરીટભાઈ શિવલાલભાઈ અંદરપા પરિવાર દ્વારા ફરાળની વ્‍યવસ્‍થા કરાયેલ. રાજગરાના લોટની પુરી, સુકી ભાજી, વેફર, રાજગરાનો શીરો, ફરાળી ખીચડી ના ફરાળ નો ૨,૦૦૦ થી વધુ  લોકોએ પ્રસાદ નો લાભ લીધો હતો. આગેવાનો ,કાર્યકરો તન મન ધન થી રામ જન્‍મોત્‍સવ ઉજવણીમાં જોડાયેલ.

(12:22 pm IST)