Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

સાવરકુંડલામાં મિલકત પડાવી આપવાના ગુનામાં રાજુ શેખવાનો નિર્દોષ છુટકારો

જોકે અન્‍ય ગુન્‍હા મા હજુ જેલવાસ : ખંડણી અપહરણ મર્ડર જોવા ગુન્‍હાને અંજામ આપનારો નામચીન રાજુ શેખવા ગોંડલ સબ જેલમાં બંધ છે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩૧ : હાલ ગોંડલની સબજેલમાં રહેલા અને જેના માથે પાંચ પાંચ હત્‍યાનાં આરોપ છે તેવા મોસ્‍ટ ક્રિમિનલ કુખ્‍યાત રાજુ શેખવા સહિત આઠ આરોપીઓ નો વર્ષ ૨૦૦૧ની સાલમાં સાવરકુંડલા માં કાવતરુ ઘડી મીલકત પડાવી ધમકી આપવાના ગુન્‍હા માં સાવરકુંડલા ની અદાલતે નિર્દોષ છુટકારો કરતો હુકમ કર્યો છે.અલબત્ત ખુન સહીત અન્‍ય ભારે ગુન્‍હા સબબ રાજુ શેખવા જેલવાસ ભોગવી રહ્યો છે.

 પ્રાપ્ત વિગત મુજબ તા.૬/૫/૨૦૦૧નાં રોજ સાવરકુંડલા નાં રજનીભાઇ વિઠ્ઠલભાઈની મીલકત અંગે ભાવનગરની સિનિયર ડીવીઝન કોર્ટ મા કેસ ચાલુ હોય તથા આ મીલકત અંગે મનાઇહુકમ હોવા છતા પ્રતાપભાઇ રામજીભાઈએ મીલકત પ્રદીપકુમાર મજેઠીયા, ચંન્‍દ્રેશ ઉર્ફ નરેન્‍દ્ર મણિલાલ મજેઠીયા, કોમલબેન નિલેશભાઈ મજેઠીયા, કાંતાબેન મણિલાલ મજેઠીયા, અલ્‍કાબેન મણિલાલ મજેઠીયા અને ગુજરાત ભરમાં ચકચારી બનેલા અમદાવાદનાં સુરેશ શાહ હત્‍યા ઉપરાંત અન્‍ય ચાર હત્‍યાનો જેના પર આરોપ છે. તેવા રાજુભાઇ ઉર્ફ રાજેન્‍દ્રભાઇ જીવાભાઇ  શેખવાને અલગ અલગ ટુકડાઓમાં વેચાણ આપી કબ્‍જો સોપી અને એકબીજાના મેણાપણા થકી વાદગ્રસ્‍ત મીલકતનાં અલગઅલગ દસ્‍તાવેજો બનાવી ઠગાઈ કરાઇ હતી. જેમા કુખ્‍યાત રાજુ શેખવાએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ થતા સાવરકુંડલા પોલીસે કલમ ૧૧૮, ૪૨૦, ૪૨૪, ૪૬૫, ૪૬૮, ૧૨૦(બી), ૫૦૬(૨) સહિત ગુન્‍હો નોંધી ચાર્જશીટ અદાલત માં રજુ કરેલ હતી. દરમ્‍યાન આ કેસ સાવરકુંડલા પ્રિન્‍સિપાલ સિનિયર સીવીલ જજ અને એડીશનલ ચીફ જ્‍યુડિશિયલ ની અદાલત માં કેસ ચાલી જતા કોર્ટ ટ્રાયલ દરમિયાન મળત્‍યુ પામેલ પ્રતાપભાઇ તથા કાંતાબેન સિવાયના આરોપી રાજુ શેખવા સહિત આઠ આરોપીઓને નિર્દોષ ઠરાવવાનો હુકમ અદાલતે કર્યો હતો. પ્રતાપભાઇ તથા કાંતાબેન મળત્‍યુ પામેલ હોવાનું રેકર્ડ પર આવતા તેની સામે કાર્યવાહી બંધ કરવાનો હુકમ થયેલ હતો. કુખ્‍યાત ગેંગસ્‍ટર રાજુ શેખવા સહિત અન્‍ય આરોપીઓ ને અપીલ સમય સુધીમાં રુપીયા પાંચ હજારનાં જામીન તથા જામીન તથા તેટલીજ રકમનો જાતચરકો રજુ કરવા કોર્ટ તરફથી હુકમ કરાયો હતો.

(12:24 pm IST)