Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

માળીયા-મિંયાણા પાસે બંધ ટ્રેઇલર પાછળ એસટી બસ અથડાતા ડ્રાઇવર - કંડકટરને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩૧ : કચ્‍છ-માળીયા નેશનલ હાઇવે નજીક એસટી બસ અને ટ્રેઇલર વચ્‍ચે અકસ્‍માત, ડ્રાઇવર-કંન્‍ડકટર ઘાયલકચ્‍છ-માળીયા નેશનલ હાઇવે નજીક એસટી બસ અને ટ્રેઇલર વચ્‍ચે અકસ્‍માત થતાં મલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજુલાના રહેવાસી કપીલભાઇ દીલુભાઇ ખુમાણએ આરોપી કાશીનાથ રામસાગરભાઇ સિંગ વિરૂદ્ધ માળિયા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે તેઓ રાજુલા ડેપોની એસ.ટી. બસ જી.જે-૧૮-ઝેડ-૨૧૬૧ વાળીમા પેસેન્‍જર ભરીને રાજુલા જવા માટે નીકળ્‍યા હતા. જેમાં કંન્‍ડકટર તરીકે અરવીંદભાઇ સાથે હતા. રાત્રીના હરીપર ગામની ગોલાઇ પાસે કચ્‍છ-માળીયા નેશનલ હાઇવે નજીક આરોપી કાશીનાથે ટ્રેઇલર જી.જે-૧૨-બી.એકસ.-૧૫૨૩ને રસ્‍તા વચ્‍ચે ઉભુ રાખી દીધું હતું. જેની પાછળની બ્રેક લાઇટ ચાલુ ન હોય તેમજ રોડ ઉપર રીફ્રેકટર લાઇટ કે કોઇ આડસ રાખેલ ન હોય જેથી તેની નજીક જતા કપીલભાઇએ ટ્રેઇલર જોત બસની બ્રેક મારેલ પરંતુ બ્રેક મારતા મારતા બસ ટ્રેઇલરના પાછળના ઠાઠામા અથડાયેલ અને કપીલભાઇ ને ડાબા પગમા ઢીચણના ભાગે મુઢ ઇજા થયેલ અને ખાલી સાઇડમા બેસેલ કંન્‍ડકટર અરવીંદભાઇ ને ડાબા હાથના ખંભાના ભાગમા મુઢ ઇજા થઈ હતી. જયારે બસમા બેસેલ પેસેન્‍જરો ને કોઇ ઇજા થયેલ ન હતી.

(12:34 pm IST)