Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

પુત્રીના જન્‍મદિન નિમિતે પિતા દ્વારા પ્રથમવાર કથ ાનું આયોજનઃ પૂ. ગીરીબાપુ

પોરબંદરનાં રાણાવડવાળામાં શિવકથાનો પ્રારંભઃ પોથીયાત્રામાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટયા

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૧ :.. પુત્રીના જન્‍મદિન નિમિતે પિતા દ્વારા મારા ૩૦ વર્ષના કથા કાર્યકાળમાં પ્રથમ વખત શિવકથાનું આયોજન કરાયુ છે. તેમ પોરબંદરના રાણા વડવાળામાં આયોજીત શિવકથામાં પૂ. ગીરીબાપુએ જણાવ્‍યું હતું.

ગીરીબાપુ દ્વારા યજમાન દિપકભાઇની પુત્રી મનસ્‍વીના ના જન્‍મ દિવસની ઉજવણી કરાઇ હતી.

રામ મંદિર રાણાવડવાળાથી બપોરે સાડા બાર વાગ્‍યે શિવકથાના યજમાન દિપકભાઇ ઓડેદરા સાથે હજારો શિવભકતો ભજન, કિર્તન, સંગીત સાથે ભવ્‍ય પોથીયાત્રા સિધ્‍ધેશ્વર ફાર્મ સુધી પહોંચી.

ઉપસ્‍થિત મહાનુભાવો, સંતો, શિવભકતોની હાજરીમાં ચૈત્રી નવરાત્રીના નવમા દિવસે સિધ્‍ધદાત્રી માતાજીની સ્‍તુતિ અને વેદ વ્‍યાસજીની ચંદના સાથે પોતાની ૭૪૭ મી શિવકથાનો પ્રારંભ કરાવ્‍યો હતો.

આ તકે ધારાસભ્‍ય કાંધલભાઇ જાડેજા, જીવનભાઇ ભોગાયતા, (શ્રી  નંદન ચેરમેન) ગોપાલભાઇ કોઠારી (જીલ્લા પંચાયત ઉપપ્રમુખ), હરીલાલ કુકડીયા (અ.બ્ર. પ્રમુખ) કરશનભાઇ ઓડેદરા (પૂર્વ ધારાસભ્‍ય), તા. પં. પ્રમુખ પ્રતાપભાઇ મોઢવાડીયા, ગોરધનભાઇ કુકડીયા -કરણ કાર્ગો દિલ્‍હી, અશોકભાઇ મોકરિયા -કરણ એરકાર્ગો -કોલ્‍હાપુર) શ્રી નંદન કુરીયર લી.ના ચેરમેન જીવનભાઇ ભોગાયતાનું  શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું.

(12:37 pm IST)