Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

જેતપુરના પાંચપીપળાના આરડીસી બેંકના પટ્ટાવાળાનું ૪ શખ્‍સોએ કારમા અપહરણ કરી લૂંટી લીધા

વિશાલભાઇ સાવલીયાનો ફોન, સોનાનો ચેઇન તથા રોકડ પ૦૦ લૂંટી કારમાંથી ઉતારી પ૦ હજાર તૈયાર રાખજે હુ ફોન કરીશ તેમ કહી ૪ શખ્‍સો નાસી છુટયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩૧ : તાલુકાના પાંચ પીપળાગામે આર.ડી. સી. બેંકમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા વિશાલભાઇ સાવલીયાએ આઇ.ર૦માં આવેલ ૪ શખ્‍સોએ અપહરણ કરી કારમાં જુદી-જુદી જગ્‍યાએ ફેરવી રૂા. ૯પ હજારની લૂંટ ચલાવી ધમકી આપી છોડી મુકી નાસી છુટયા હતા.

જાણવા મળતી વિગતો અનુસાર જુનાગઢ જોષીપુરામાં રહેતા અને પાંચ પીપળા ગામે રાજકોટ જીલ્લા સહકારી બેંક (આર.ડી.સી.) માં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા વિશાલભાઇ કડવાભાઇ સાવલીયા પોતાના નીત્‍યક્રમ મુજબ બેંકનું કામ પતાવી સાંજના ૬ વાગ્‍યાના અરસામાં પોતાનું બાઇક યામાહા નં. જી.જે.સીજી પપ૦૯ વાળુ લઇ પોતાના ઘરે જતા હતા ત્‍યારે કાળાકલરના છાપરાવાળી આઇ.-ર૦ કારે તેને રોકી મારી પોતાની ગાડીમાં આવવા માટે રકજક કરતા હતા ત્‍યારે અજાણ્‍યા કાર ચાલક આવી જતા તેને જવા દીધેલ બાદ થોડે દુરથી પીપળવા ગામના પાટીયા પાસે ફરી આ કારે તને રોકી બે શખ્‍સોએ કારમાં બેસાડી દીધેલ અને એક શખ્‍સ તેનુ બાઇક લઇ પાછળ આવેલ કારમાં બેઠેલ બે શખ્‍સોએ વિશાલભાઇને આંખે પાટો બાંધી તેની પાસેથી આઇફોન મોબાઇલ કિ.રૂ.૭૦,૦૦૦ સોનાનો ચેન કિ. રૂા. રર,૦૦૦ તથા પાકીટમાં રહેલ રોકડા રૂપીયા પ૦૦ લૂંટી ધમકી આપેલ કે હજુ પ૦ હજાર રૂપીયા તૈયાર રાખજે હુ ફોન કરીશ તેમ કહી થોડે દુર જાનકી હોટલ પાસે મુકી ચારેય શખ્‍સો નાશી છુટેલ.

વિશાલભાઇએ આ અંગેની ફરીયાદ તાલુકા પો.સ્‍ટે.માં કરતા પોલીસે અજાણ્‍યા ૪ શખ્‍સો વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ છે.

(2:56 pm IST)