Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ધોરાજી પો.સ્ટે વિસ્તારમાંથી એમ.બી.બી.એસ ની ડીગ્રી વગર એલોપેથીક પ્રેકટીસ કરતા ડોકટર ને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ

ધોરાજી : પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વ્રારા રાજકોટ ગ્રામ્ય,રાજકોટ નાઓની સુચના મુજબ તેમજ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલના  માર્ગદર્શન હેઠળ હાલમા ચાલી રહેલ કોવીડ મહામારી અનુસંધાને એમ.બી.બી.એસ ની ડીગ્રી ન ધરાવતા હોય અને એલોપીથીક દવા તથા ઇન્જેકશનની સારવાર આપતા ઇસમો શોધી કાઢવા સુચના થયેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.શાખાના પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા  તથા એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ.અમીતભાઇ કનેરીયા તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી ધોરાજી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા

 દરમ્યાન સંયુકત બાતમી આધારે એલોપેથીક પ્રેકટીશ કરતા ડોક્ટર રામદાસ અમરદાસ પરબવાલા રહે.ધોરાજીવાળા નેચરોપેથી ડીગ્રી સીવાયની અન્ય કોઇ ડીગ્રી ન ધરાવતા હોય તેમ છતા પણ કલીનીક ચલાવી એમ.બી.બી.એસ. ની ડીગ્રી વગર એલોપેથીક ડોકટર તરીકે પ્રેકટીશ કરતા એલોપેથીક મેડીકલ પ્રેકટીશને લગતા ઇન્જેકશનો, તથા જુદી જુદી એલોપેથીક દવાઓ સાથે મળી આવતા ધોરાજી પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીમાં  રામદાસ અમરદાસ પરબવાલા જાતે માર્ગી બાવાજી ઉ.વ.૫૩ ધંધો.મેડીકલ પ્રેકટીશ રહે.ધોરાજી કુંભારવાડા પરબની જગ્યામાં તા.ધોરાજી જી.રાજકોટ મો.નં.૯૪૨૮૬ ૧૮૩૧૮જુદા જુદા પ્રકારની એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો જે મુદામાલ     કુલ કિ.રૂ.૨૮,૫૪૦/- સાથે મળી આવેલ છે.
 આ કામગીરીમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. અમીતભાઇ કનેરીયા તથા પો.કોન્સ  વિજયગીરી ગોસ્વામી તથા ડ્રા.પો.કોન્સ. જયપાલસિંહ ઝાલા વિગેરે  પોલીસ સ્ટાફ રોકાયો હતો

 
 
   
(10:04 pm IST)