Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સોમનાથના ધારાસભ્ય દ્વારા ૧૪ જાંબાજ વીરોને સન્માનપત્ર

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૩૧ : યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ પ્રભાસ પાટણ ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ ત્રિવેણી સ્મશાન ની મુલાકાત લીધેલ હતી, અને સ્થળ ઉપર કઈ કઈ વસ્તુ ની દ્યટ છે, તે મુલાકાત દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં આ કાળજાળ ગરમી માં બીમાર લોકો તબિયત બતાવવા આવતા હોય અને સમય લાગતો હોય બહાર તડકા માં બેસવું પડતું હોય અને આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં પાણી ની પૂરતી વ્યવસ્થા ન હોય જેથી લોકો ને પરેશાની નો સામનો કરવો પડતો હોય આ દ્રશ્ય જોઈ સ્વખર્ચે પાણી નું વોટર ફિલ્ટર અર્પણ કરેલ છે, અને તેમની સ્મશાન ની મુલાકાત દરમિયાન વેરાવળ તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો તે જેવો કોરોના ની બીમારી થી મુત્યુ પામેલ હતા તેઓ ને ૫૪ દિવસ માં આશરે ૮૦૦ ડેડ-બોડી ને રાત અને દિવસ જોયા વગર અને પોતાની તથા પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર સતત ૨૪ કલાક ૧૪ વ્યકિતઓ સતત ડેડ-બોડી ને અંતિમસફર સુધી પહોચાડવાની અવિરત સેવાઓ આપે છે, જે ખરેખર સરાહનીય કાર્ય છે આ ૧૪ વ્યકિતઓ લાકડા ની પણ જાતે વ્યવસ્થા કરે છે અને રાત્રે પણ સ્મશાન માં જ સુવે છે .આવી સેવા ભારત માં કોઈ વ્યકિત એ નહીં કરી હોય.તેવું આ માનવ સેવા નું કાર્ય આ ૧૪ વ્યકિતઓ એ કરેલ છે આવી અવિરત સેવા બદલ આ ૧૪ વ્યકિતઓ નું ધારાસભ્યએ સન્માન પત્ર આપી તેમની માનવ સેવા બદલ સન્માનીત કરેલ છે. અને રાષ્ટ્રપતિશ્રી ને વેરાવળ ના આ ૧૪ જાંબાજ વ્યકિતઓ ને સન્માનીત કરવા પત્ર લખેલ છે .અને આવી સેવા આપતા લોકો ને ત્રિવેણી સ્મશાનભૂમિ ઉપર પીવાના પાણી ની તકલીફ ના પડે તે માટે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ પોતાના સ્વખર્ચે પીવાના પાણી નું ફિલ્ટર વોટર કુલર અર્પણ કરેલ છે. આ તકે વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દેવેન્દ્રભાઈ મોતીવરસ,વેરાવળ તાલુકા યુંથ કોંગ્રેસ પ્રમુખ  રાકેશભાઈ ચુડાસમા, વેરાવળ પાટણ કોંગ્રેસ મહામંત્રી  પ્રેમભાઈ ગઢીયા. ઉપપ્રમુખ હર્શિલભાઈ ઋષિ તેમજ નિલેષભાઈ વાળા ઉપસ્થિત રહેલા હતા.

 

(11:48 am IST)