Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ

મહતમ તાપમાનનો પારો ઉંચે જતા આકરા ઉનાળાનો અનુભવ

રાજકોટ,તા. ૩૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અસહય ઉકળાટ યથાવત છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. મહતમ તાપમાનનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે.

સવારથી ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે ધોમધખતા તાપના કારણે લોકોને ગરમીની વધુ અસર પડે છે.

રવિવારે રાજકોટના મહતમ તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. છતાં શહેર ગરમીથી શેકાયું હતું અને મહતમ તાપમાન ૪૦.૬ ડિગ્રી રહ્યું હતું. શહેરમાં બપોરના સમયે ૧૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકોને અસહ્ય  ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જે હજુ આગામી જૂન માસના મધ્ય સુધી જોવા મળશે. પવનની દિશા દક્ષિણ -પશ્ચિમની હોવાના પગલે ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાજ્ય અને સૌરાષ્ટ્રમાં ગરીમથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સામે સાંજના સમયે લોકોને ગરમીથી રાહતની અનુભૂતિ પણ થઇ હતી.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સવારથી બફારાએ માજા મુકી છે. જૂનાગઢમાં સવારે લઘુતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહેતા બફારો વધ્યો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૯.૯ કિ.મી.ની રહી હતી.

(1:32 pm IST)