Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જુનાગઢમાં બિસ્કીટના ગોડાઉનમાં ચોરી કરનાર સમીર મકવાણા - કૃણાલ રાઠોડ ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૧ : જુનાગઢના ખાડીયા વિસ્તારમાં બિસ્કીટના ગોડાઉનમાં ચોરી કરનાર સમીર કનુભાઇ બોધાભાઇ મકવાણા અનુ. જાતી (ઉ.વ.ર૧) રહે. જુનાગઢ પ્રદિપના ખાડીયા વિસતારમાં કૃણાલ વિજયભાઇ ભીખાભાઇ રાઠોડ અનુજાતી (ઉ.વ.ર૧) રહે પ્રદીપના ખાડીયા સરગુરૂ મારબલ પાસે ઝડપાયા છે.

આ કામગીરીમાં જુનાગઢ રેનજના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા અપાયેાલ સુચના અનુસંધાને ક્રાઇમબ્રાન્ચના ઇચા. પો.ઇન્સ. એચ.આઇ. ભાટી તથા પો.સ. ડી.જી. બડવા ડી.એમ. જલુ તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, જીતેષ એચ.મારૂ તથા પો. કોન્સ. દિપકભાઇ બડવા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા વિગેરે પોલીસ સ્ટાફએ કરી હતી.

(1:25 pm IST)