Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જૂનાગઢ : આયુષ્યમાન ભારત યોજનામાં નોકરીની લાલચ આપી રૂપિયા ખંખેરનાર રાજકોટના વિપુલ બોરસાણીયા ઝડપાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૧: જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનિંદર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ પો.ઇન્સ. કે.કે.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. આર.વી.વાજા તથા પો.સ.ઇ એસ.જી.ચાવડા તથા એન.એ.જોશી મદદથી સદર ગુન્હામાં સંડાયેલા આરોપીની તપાસ હાથધરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ નંબર તથા બેન્ક એકાઉન્ટ ઇ-મેઇલતથા કયુઆર કોડ વિગેરેની માહિતી મેળવી તેનુ ઉડાંણપૂર્વકનું એનાલીસીસ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિપુલ જયંતીભાઇ બોરસાણીયા જાતે પટેલ. (ઉવ.૩૮) રહે. આલાપ સેન્ચુરી મ.ન.ંબી/૧૨૮ એ.જી.ચોક, કાલાવડ રોડ, રાજકોટ મૂળ રહે. મતીરાળા, તા. લાઠી, જી અમરેલી, વાળાને અટક કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીએ જે તે વખતે (creatibeconsuitancy2011 @gmail. com) નામનું ખોટુ ઇ-મેઇલ આઇ.ડી. નો ઉપયોગ કરી તે ઇ-મેઇલ આ.ડી. ઉપર બેંક એકાઉન્ટનું કયુઆર કોડ મોકલી તેમા ફી પેટેના પૈસા ટ્રાન્સફર કરાવડાવી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને છેતરવાની બદદાનત પહેલેથી જ રાખી છેતરી નોકરી નહીં આપી કોઇ આવા ઇ-મેઇલ આઇ.ડી.ની વિશિષ્ટ ઓળખની લાક્ષણિકતાનો ઉપયોગ કરી ઠગાઇ કરવાના ઇરાદે વર્તમાનપત્રમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીના નામે ખોટી જાહેરાત આપી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો સાથે છેતરપીંડી કરી છે.

આ કામજગીરી પો.સ.ઇ. એસ.જી.ચાવડા તથા એન.એ.જોષી પો.હેડ કોન્સ. દિપકભાઇ લાડવા, પો.કોન્સ. રમેશભાઇ શિંગરખીયા, કિરણભાઇ કરમટા,નાઓના ટીમ વર્ક દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(1:26 pm IST)