Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પ્રભાસપાટણમા વેકસીન માટે લાઇનો

પ્રભાસપાટણ : આરોગ્યકેન્દ્રમાં સવારના ૧૦ની આજુબાજુમા ૩૦૦ થી ૪૦૦ લોકોની લાઇનો લાગી જાય છે અને વેકસીનના ૨૦૦ ડોઝ આવે છે જેથી સવારમાં લાઇનમાં ઉભા રહે અને વેકસીન ખાલી તથા ઘરે પરત જાય છે આ સીલસીલો રોજનો બની ગયો છે. ટીકીટ ભાડા ખર્ચેીને પોતાનો આખો દિવસ બગાડયા બાદ ધકકા ખાઇને પરત ફરે છે. સરકાર દ્વારા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસીકેન્દ્ર ચાલુ કરવા જોઇએ. જેથી ગામડાના લોકોને પ્રભાસપાટણ સુધી ધકકા ખાવા ન પડે. આરોગ્યકેન્દ્રના ડો.કણસાગરાએ જણાવેલ કે, રોજના ૨૦૦ ડોઝ આવે છે જો વધુ ડોઝ મળે તો અમો વધુ લોકોને વેકસીન ડોઝ આપી શકીએ. કોરોના રસીના ડોઝ માટે લોકોની લાઇનો તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:45 am IST)