Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વાંકાનેર યાર્ડની ચૂંટણીમાં ૧પ સભ્યો માટે ૭૦ ઉંમેદવારો મેદાનમાં

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩૧.. વાંકાનેર ખેતીવાડી ઉંત્પન્ન બજાર સમિતિ (વાંકાનેર યાર્ડ) ની ચૂંટણી જાહેર થતા જ ખેડૂત વિભાગ-વેપારી વિભાગ અને સંઘ પ્રોસેસીંગ વિભાગના ૧પ સભ્યો ચૂંટવાના હોઇ જેમાં આજે ફોર્મ ભરવાના પહેલા અને છેલ્લા દિવસે ૭૦ જેટલા ઉંમેદવારોએ ઉંમેદવારી નોંધાવી છે. તેમાં ખેડૂત વિભાગના ૧૦ સભ્યો માટે ૪૯ ફોર્મ ભરાયા છે. તેના કુલ મતદારો ૬પ૧ છે. જયારે વેપારી વિભાગની ૪ સીટ માટે ૧૭ ઉંમેદવારોએ ઉંમેદવારી નોંધાવી છે. જેના કુલ મતદારો છે ર૦૩, જયારે સંઘ પ્રોસેસીંગની એક બેઠક માટે ૪ ઉંમેદવારો મેદાનમાં છે.
આ ચૂંટણીમાં હાલના ચેરમેન શકીલ પીરઝાદા, તથા ઇસુબભાઇ શેરસીયા, ગુલમામદભાઇ બ્લોચ તેમજ ક્ષત્રીય આગેવાનો, કોળી સમાજના તળપદા અને ચુંવાળીયા આગેવાનોમાં કારૂભાઇ ઠાકરેચા, ક્ષત્રીય સમાજના હરદેવસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇ પટેલ, શાંતુભા ઝાલા, ગુલામ પરાસરા, ઇસ્માઇલ કડીવાર કે જેઓ ખેડૂત વિભાગના ઉંમેદવારો છે. જયારે વેપારી વિભાગમાં મુકેશભાઇ મેઘાણી, જીજ્ઞેશભાઇ કાનાબાર, અશ્વિનભાઇ મેઘાણી, ચંદુભાઇ પટેલ સહિતના આગેવાનો આ ચૂંટણીમાં ઉંમેદવાર બન્યા છે.
તા. ૩૧-૧ર ના રોજ ફોર્મ ચકાસણી અને ૩-૧-રર ના ફોર્મ પાછા ખેંચવાનો સમય હોઇ ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. જયારે તા. ૧૧-૧-રર ના મતદાન અને પરિણામ ૧ર-૧ ના રોજ જાહેર થશે એમ ચૂંટણી અધિકારી  જીલ્લા રજીસ્ટાર અને ના. નિયામક ગઢવી સાહેબે જણાવેલ છે.
વાંકાનેર યાર્ડની ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

 

(10:04 am IST)