Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દર્શન હોટલ પાસેના લૂંટ કેસમાં જામીન મંજૂર

રાજકોટના સોની વેપારી સાથે થયેલ

વઢવાણ,તા. ૩૧: સાયલા-લીંબડી હાઈવે પર દર્શન હોટલ પાસે પાર્ક કરેલી ખાનગી બસમાંથી રૂ.૨.૫ લાખની કિંમતના દાગીના ભરેલી બેગ આંચકી લેવાના આરોપી ઈન્દોરના ટોળાને સુરેન્દ્રનગરની અદાલતે ત્રણ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા જેમાં બે મહિલાઓને જામીન પર મુકત કરવાનો હુકમ કરવામાં આવ્યો.

ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઈન્દોરના હિદાયતખાન પઠાણ, એહતારામખાન પઠાણ, રઝીયા હિદાયતખાન અને અલીશા નામના ચાર શખ્સોએ રાજકોટના વેપારી પાસેથી રૂ.૪.૫ લાખના દાગીના ભરેલી થેલી આંચકી લીધી હતીસુરેન્દ્રનગર પોલીસે સઘન તપાસ હાથ ધરી ઈન્દોરથી મુદ્દામાલ સાથે ચારેયની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા સુરેન્દ્રનગર લઈ આવ્યા હતા.

(11:39 am IST)