Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

બીજે દિ' પણ પવનના સૂસવાટા સાથે ટાઢોડુ : ગિરનાર ૭, નલીયા ૯.૬ ડિગ્રી

રાજકોટમાં ૧૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન : સર્વત્ર ટાઢોડુ યથાવત : આખો દિવસ શિયાળાની અસર

રાજકોટ તા. ૩૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે સતત બીજા દિવસે પણ પવનના સુસવાટા યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે ગિરનાર પર્વત ઉપર ૭ ડિગ્રી અને કચ્છના નલીયામાં ૯.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : વિદાય લેતા ૨૦૨૧ના વર્ષના આજે અંતિમ દિવસે સોરઠમાં ૩.૮ ડિગ્રી ઠંડી વધતા લોકો ઠુઠવાય ગયા હતા.

જૂનાગઢ ખાતે ગુરૂવારે લઘુત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રી નોંધાયા બાદ આજે પારો નીચે ઉતરીને ૧૨ ડિગ્રીએ સ્થિર થતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર સવારે ૭ ડિગ્રી ઠંડીનો અનુભવ થયો હતો. તાપમાન ઘટવાના કારણે ગિરનાર પર્વત સવારથી ટાઢોબોળ રહ્યો હતો.

૭૬ ટકા ભેજને લઇ વાતાવરણ બર્ફીલુ થઇ ગયું હતું. સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૧ કિમીની રહી હતી.(૨૧.૧૪)

કયાં કેટલી ઠંડી

શહેર       લઘુત્તમ તાપમાન

ગિરનાર      ૭.૦  ડિગ્રી

જુનાગઢ      ૧૫.૮  ,,

નલીયા       ૯.૬    ,,

અમદાવાદ   ૧૪.૦  ,,

અમરેલી      ૧૪.૦  ,,

વડોદરા      ૧૩.૬  ,,

ભાવનગર    ૧૫.૧  ,,

ભુજ          ૧૦.૮  ,,

દાદરાનગર હ.     ૧૭.૬       ,,

દમણ         ૧૮.૪  ,,

ડીસા         ૧૨.૦  ,,

દીવ          ૧૬.૦  ,,

દ્વારકા         ૧૭.૯  ,,

કંડલા         ૧૫.૦  ,,

ઓખા         ૧૮.૯  ,,

પાટણ        ૧૨.૦  ,,

રાજકોટ       ૧૪.૦  ,,

વેરાવળ      ૧૬.૬  ,,

સુરત         ૧૭.૬  ,,

(11:40 am IST)