Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કોરોના સંક્રમણ વધતા સૌરાષ્ટ્ર - કચ્છમાં સાવચેતી જરૂરી

મોરબી, ભાવનગર, કચ્છ પંથકમાં કેસ વધતા કોરોના ગાઇડલાઇનનું પાલન જરૂરી

રાજકોટ તા. ૩૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર કોરોનાના કેસ વધતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે અને કોરોના ગાઇડલાઇન સાથે સાવચેતી રાખવી જરૂરી બની છે.

કચ્છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : ઓમીક્રોનની ચેતવણી વચ્ચે કચ્છમાં ફરી કોરોનાએ માથું ઊંચકયું છે. એક બાજુ ઠંડીમાં વધારો છે બીજી બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે. સતત બીજે દિવસે પણ દર્દીઓનો આંકડો ડબલ ફિગર માં નોંધાયો છે. બુધવારે ૧૩ અને ગુરુવારે ૧૬ કેસ સાથે એકિટવ પોઝિટિવ દર્દીઓ વધીને ૩૨ થયા છે. જયારે આ ડિસેમ્બર મહિનામાં જ કોરોનાના કેસ ૧૦૦ ને પાર થઈ ૧૦૫ નોંધાયા છે. કોરોનાના કેસ ભલે વધી રહ્યા હોય પણ હજીયે રાજકીય પક્ષોના કાર્યક્રમ તેમ જ સામાજિક, ધાર્મિક પ્રસંગોમાં લોકો કોરોના ગાઈડ લાઇન પ્રત્યે ઉદાસીન છે. સરકાર અને તંત્ર સૂચનાઓ જારી કરે છે. પણ, પાલન માટે લોકો ગંભીર નથી એ કડવું સત્ય છે. જોકે, ખુદ નેતાઓ અને અધિકારીઓ પણ કોરોના ગાઈડલાઈનના પાલન માટે સક્રિય નથી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ઙ્ગભાવનગરમાં કોરોના ના વધુઙ્ગ ૧૦ઙ્ગ પોઝિટિવ કેસ નોંધાયા છે . કોરોના સંક્રમણ વધતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. ભાવનગર શહેરમાં ૪ પુરુષ અને ૬ મહિલાનોઙ્ગ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જયારે ભાવનગર ગ્રામ્યમાં કોઈ કેસ નોંધાયો નથી. આજના ૧૦ કેસ સાથે ભાવનગરમાં કોરોનાના એકિટવ દર્દીઓની સંખ્યા ૨૩ થઈ છે.

મોરબી

મોરબી જીલ્લામાં કોરોનાનો કેર વર્તાવાનો શરૂ થઇ ચુકયો છે અને રોજ નવા કેસ નોંધાવવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે જેમાં વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે બે વર્ષની બાળકી સહીત વધુ ત્રણ દર્દી કોરોના પોઝીટીવ હોવાનું સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

મોરબી તાલુકામાં કોરોનાના નવા ત્રણ કેસો નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં ૪૭ વર્ષના મહિલા તેમજ ગ્રામ્ય પંથકમાં ૫૩ વર્ષની મહિલા અને ૨ વર્ષની બાળકી કોરોના પોઝીટીવ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે જેમાં બાળકી સિવાય બાકી બંને દર્દીઓએ વેકસીનના બંને ડોઝ લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે નવા ત્રણ કેસ સાથે મોરબી જીલ્લામાં એકટીવ કેસનો આંક ૧૨ પર પહોંચી ગયો છે તો મોરબીવાસીઓએ વધુ સાવધાની રાખવાની જરૂરત છે નહિ તો ત્રીજી લહેર હવે દુર નથી.

ઙ્ગમોરબીમાં ઓફલાઇન શિક્ષણ મોંઘુ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા ૨ દિવસમાં નોંધાયેલા ૯ કેસોમાંથી ૭ કેસ તો વિદ્યાર્થીઓના છે. હાલ તમામ શાળાઓમાં કોવિડ કેર કમિટી બની હોવાનો તંત્રએ દાવો તો કર્યો છે. પણ વાસ્તવિકતા એવી છે કે અનેક શાળાઓમાં હજુ કમિટી બની નથી અને જયા બની છે ત્યાં ચુસ્ત અમલવારી થતી નથી.

મોરબી જિલ્લામાં ૩૦ જુલાઈના રોજ કોરોનાનો છેલ્લો કેસ આવ્યો હતો.તે પછી ૧૦૦ દિવસ નિરાંત રહ્યા બાદ નવેમ્બરમાં શરૂઆતમાં પાંચ કેસ આવ્યા હતા.બાદમાં એક મહિના સુધી કોરોના મુકત રહ્યા બાદ હવે ફરી મોરબી જિલ્લામાં કોરોનાએ ફુંફાડો માર્યો છે. આથી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાવચેત બનીને કોરોના ટેસ્ટીંગ વધારી દેવાયું છે. આ અંગે એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.ચેતન વારેવડીયાએ જણાવ્યું હતું કે,હવે કંટેન્મેન્ટઙ્ગ ઝોનમાં વધારો કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાશે. હાલ જે જે કેસ આવ્યા છે ત્યાંઙ્ગ કંટેન્મેન્ટઙ્ગ ઝોન કરી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આ તમામ ઘરોમાં સર્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે શાળાઓમાં જે કેસ શરૂ થયા છે. તેમાં પણ કોરોના ટેસ્ટીગ વધારી દેવાયું છે. હવે નિયમિત ટેસ્ટિંગ ૧૧૦૦ જેવું થઈ ગયું છે.

જિલ્લા શિક્ષણધિકારી બી.એમ સોલંકીએ જણાવ્યું હતું કે, ધો. ૧થી ૧૨ માંઙ્ગ સરકારી શાળામાં ૯૬.૪૫ ટકા વિદ્યાર્થીઓની હાજરી છે અને ખાનગી શાળામાં હજુ ૭૩ ટકા જેવી વિદ્યાર્થીઓની હાજરી છે. જો કે હાલ ઓનલાઈન અભ્યાસ કરતા બાળકોની હાજરીની કોઈ જોગવાઈ નથી.પરંતુ ઓફલાઇન શિક્ષણ ચાલુ હોય શાળામાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં આવે છે. જો કે તમામ શાળાઓમાં તેઓએ કોવિડ કેર કમિટી બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો છે.પણ ઘણી શાળામાં આવી મહત્વની કમિટી બની ન હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત જયાં કમિટી બની છે ત્યાં નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે કોઈ ચેકીંગ કરવામાં આવતું નથી.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ શહેર તેમજ પંથકમાં કોરોના વેકસીન આપવામાં વહીવટી અને આરોગ્ય તંત્રે તનતોડ મહેનત કરી વેકિસનેશનના કાર્યો કર્યા હતા જેના પરિણામેઙ્ગ કોરોનાની બીજી લહેર સામે સક્ષમ બન્યા હતા પરંતુ બીજો ડોઝ લેવામાં દસ હજારથી વધુ લોકો ઉદાસીનતા સેવી રહ્યા હોય તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

દેશની સાથે સમગ્ર વિશ્વમાં ઓમીક્રોન વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યું છે કોરોના ની ત્રીજી લહેરાવવાની દહેશત ફેલાઇ રહી છે ત્યારે આવા સમયે ગોંડલ શહેરમાં કોરોના વેકેશનનો બીજો ડોઝ લેવામાં દસ હજારથી પણ વધુ લોકો ઉદાસીનતા સેવી રહ્યા હોય ચિંતાનો વિષય બની ગયો હોવાનું બ્લોક હેલ્થ ઓફિસર ગોયલ દ્વારા જણાવાયું હતું આ સાથે સમગ્ર આરોગ્ય ટીમે લોકોને અનુરોધ કર્યો હતો કે જે લોકો કોરોના વેકેશનનો બીજો ડોઝ લેવા બાકી છે તે વહેલામાં વહેલી તકે બીજો ડોઝ લઈ ને સુરક્ષિત બની બીજાને પણ સુરક્ષિત બનાવે તે જરૂરી છે.

(11:40 am IST)