Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પોરબંદરમાં પ્રોફેસર દ્વારા અભદ્ર ભાષા સામે એનએસયુઆઇનો રોષઃ સુત્રોચ્ચાર કર્યા

પોરબંદર, તા., ૩૧: સરકારી પોલીટેકનીક કોલેજમાં એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થી સામે અભદ્ર વાણીનો ઉપયોગની એનએસયુઆઇને થતા કોલેજમાં આચાર્યની રામધુન બોલાવી હતી અને સુત્રોચ્ચાર કર્યા હતા.

એનએસયુઆઇએ આચાર્ય સમક્ષ આ પ્રોફેસર વિદ્યાર્થીઓ પાસે માંફી માંગે તેવી માંગણી કરી હતી. ગુંડા નહી જેવા સુત્રોચ્ચાર પણ એનએસયુઆઇ દ્વારા લગાવવામાં આવ્યા હતા. જેમનું વિડીયો રેકોડીંગ પણ આચાર્ય સમક્ષ બતાવ્યું હતું અને શિક્ષક સામે યોગ્ય પગલા લેવામાં આવે અને ફરી પછી કોઇ આવી ઘટના ના બને તેના માટે પુરી જવાબદારી લેવામાં આવે તેવી માંગણી કરાઇ હતી. આચાર્ય દ્વારા ખાત્રી અપાઇ હતી કે ર દિવસની અંદર આ બાબતે યોગ્ય કરાશે અને ફરી કોઇ આવી ઘટના કેમ્પસમા઼ નહી બને તેમની ખાત્રી આપી હતી.

સરકારી પોલીટેકનીક કોલેજમાં થોડા મહિના પહેલા એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તે રજુઆતના ઘણા પ્રશ્નો હજુ સુધી નિરાકરણ નહી આવતા એનએસયુઆઇએ ઉગ્ર રજુઆત કરી હતી. કોલેજના કલાસરૂમમાં સીસીટીવી કેસ બંધ હાલતમાં છે તેમને ફરી કાર્યરત કરવા માંગણી કરાઇ છે.

જીલ્લા એનએસયુઆઇ  પ્રમુખ કિશન રાઠોડ, ઉમેશરાજ બારૈયા, જયદીપ સોલંકી, રોહીત સિસોદીયા, રાજ ઓડેદરા, અર્જુન નકુમ, રાજ પોપટ, પરેશ થાનકી, યશ ઓઝા, જય ઓડેદરા, ભરત વદર, આવડા ઓડેદરા, ઉદય ગોહેલ, હિરેન મેઘનાથી તેમજ કેમ્પસ એનએસયુઆઇ ટીમ સહીત વિદ્યાર્થીઓ જોડાયા હતા.

(12:47 pm IST)