Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રવિવારે અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા

રાજયમાં દેવાભાઇ માલમ ફલેગ ઓફ કરાવશેઃ તડામાર તૈયારી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧: ૩૬મી અખિલ ગુજરાત ગિરનાર આરોહપણ અવરોહણ સ્પર્ધા આગામી તા. ર જાન્યુઆરીના રોજ મંત્રી દેવાભાઇ માલમના હસ્તે ફલેગ ઓફથી પ્રારંભ કરવામાં આવશે.

ગુજરાત રાજયના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા અને જુનાગઢ જિલ્લા  વહીવટી તંત્રના ઉપક્રમે આયોજિત ૩૬મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ર૦ર૧-રર ભાઇઓ -બહેનો માટે તા.ર જાન્યુઆરીના સવારે ૬-૪પ કલાકે સાંસ્કૃતિક મંચ, મહંતશ્રી મંગલાનાથજીના આશ્રમ પાસે ગીરનાર તળેટી ભવનાથ જુનાગઢ ખાતે યોજાશે.

જયારે ઇનામ વિતરણ સમારોહ બપોરે ૧ર કલાકે મહંતશ્રી મંગલનાથજીા આશ્રમ ગિરનાર તળેટી ભવનાથ જુનાગઢ ખાતે યોજાશે.

ઇનામ વિતરણ સમારોહ કાર્યક્રમમાં જુનાગઢના ધાાસભ્ય ભિખાભાઇ જોષી, માણાવદર ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, જુનાગઢ મનપા મેયર ધીરૂભાઇ ગોહેલ, જુનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, કલેકટર રચિત રાજ, ડી.ડી.ઓ મિરાંત પરીખ, કમિશ્નર રાજેશ તન્ના તથા સહિતના ઉપસ્થિત રહેશે.

૩૬મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા જિલ્લા રમતગમત અધિારી વિશાલ દિહોરા તેમજ વ્યાયામ શિક્ષકો જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:49 pm IST)