Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જે દેશ સમાજ તેનો ઇતિહાસ ભુલી જાય તેનું અસ્તિત્વ આ દુનિયામાંથી ખતમ થઇ જાય છેઃ સ્વામી ધર્મબંધુજી

ધ્રોલના ભુચરમોરી ખાતે આયોજીત શૌર્ય કથાનો છઠ્ઠો દિવસ...

ધ્રોલ, તા.૩૧: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે છેલ્લા છ દિવસથી ચાલી રહેલ શૌર્ય કથાનો છઠ્ઠા દિવસ કાશ્મીર આચાર્ય ધર્મબંધુજી અધ્યક્ષ રહ્યા હતા અને તેમણે પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત, ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ ખતમ કરવા માટે વર્ષોથી આ દેશ ઉપર અનેક એટેક થયા પરંતુ આ દેશના લોકો તેમને સંસ્કૃતિ, ઈતીયાસ ન ભુલવાના કારણે આજે વિશ્વ ભારતનું નામ અજોડ છે અને શોર્ય કથા એટલે વર્તમાન સમજવા માટે અને ભવિષ્ય રણનીતિ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. ઉપસ્થિતિની વિશાળ જનમેદની જણાવ્યું હતું કે તમારે તમારા દેશની સુરક્ષા કરવી હોય તો સંસ્કૃતિ, ઇતિહાસ જતન કરવું પડશે અને આ દુનિયામાંથી જે જાતિના લોકો સમુદાય પોતાનો ઇતિહાસ ભુલ્યા તેવોનું આ દુનિયામાંથી અસ્તિત્વ ખતમ થઇ ગયું છે તેનો સચોટ દાખલો આપ્યો હતો.

શૌર્ય કથા દરમ્યાન છઠ્ઠા દિવસે ડોકટર જયેન્દ્રસિંહ જાડેજા તેમજ સાહિત્યકાર સુરેશભાઈ રાવલ સહિતના કલાકારો આજે ભૂચરમોરી મહાયુધ્ધ કથાનું વર્ણન કર્યું હતું જેમાં ભૂચર મોરીનું યુધ્ધ પછી સ્થિતિ અને જામસતાજીએ જામનગર પાછુ મેળવ્યુ, ઝારાનું યુધ્ધ સેનાપતિ લાખાજીની કુનેહ પૂર્વકની લડાઈ હોથી જાડેજાઓ દ્વારા ઝારાની લડાઈમાં દર્શાવેલ શૌર્ય અને તેના પરિણામે વિશેષ અદભુત વર્ણન કરવામાં આવ્યું હતું.

શૌર્ય કથાના દાતાઓ તેમજ છેલ્લા એક સપ્તાહથી ભોજન વ્યવસ્થા સમિતિ ઉતારા સમિતી સહિતના યુવાનોની ટીમ દ્વારા રાત-દિવસ મહેનત ઉઠાવી કાર્ય કરતા સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ શૌર્ય કથામાં આજે અન્ય મહેમાનોમા પડધરી ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આવતી કાલે શૌર્ય કથાના છેલ્લા દિવસ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પ્રદિપ વાઘેલા ઉપસ્થિત રહેવાનું હોવાથી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.(સંજય ડાંગરઃ ધ્રોલ)

(12:51 pm IST)