Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમરેલી જીલ્લામાં કોરોના કાળમાં બંધ થયેલ ટ્રેનો ચાલુ કરવા માંગણી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૩૧ :.. ગત વર્ષમાં માર્ચ માસમાં કોરોનાના કારણે દેશભરનો ટ્રેઇન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, બાદમાં ચાલુ વર્ષથી સમયાંતરે બંધ થયેલી ટ્રેનો રેલ્વે વિભાગ દ્વારા પુનઃ શરૂ કરવામાં આવી રહી છે.

ત્યારે ભાવનગર ડીવીઝનની મહુવા - ધોળા અને ધોળા-મહુવા વચ્ચે ચાલતી ટ્રેન હજી સુધી ચાલુ કરવામાં નથી આવી. મહુવા-ધોળા વચ્ચે ચાલતી આ ટ્રેઇનનો ધોળા-લીલીયા-સાવરકુંડલા-રાજૂલા અને મહુવા પંથકનાં મુસાફરો બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા હતો. તેથી મહુવા -ધોળા વચ્ચે ચાલતી ટ્રેઇન તાત્કાલીક ધોરણે ચાલુ કરી તેને સુરેન્દ્રનગર સુધી લંબાય તો મહુવા રાજૂલા-લીલીયા, પંથકમાં વસતા સાતેક લાખ મુસાફરોને સૌરાષ્ટ્ર થી ગુજરાત જવા માટેની સુવિધા મળી શકે તેમ હોય મહુવા - ધોળા ટ્રેઇન સુરેન્દ્રનગર સુધી લંબાવવા અને રાજૂલા સુધી ઇલેકટ્રીક લાઇન ચાલુ થઇ ગઇ છે. પરંતુ રાજૂલા-મહુવા વચ્ચેનાં ટૂકડામાં ઇલેકટ્રીક લાઇન ન હોય હાલ દરરોજ દોડતી મહુવા-સુરત અને મહુવા-બાંદ્રા ટ્રેઇનનાં ઇલે. એન્જીન અમદાવાદ ખાતે બદલાવીને ડીઝલ એન્જીન લગાવવામાં આવે છે. તેથી જો રાજૂલા-મહુવા વચ્ચેનાં નાના ટૂકડાનું પણ ઇલેકટ્રીક ફીકેશન થઇ જાય તો અમદાવાદ ખાતે આવતા-જતા ટ્રેઇનનાં એન્જીન બદલવાના સમયનો વ્ય. થતો અટકી અને રેલ્વે તંત્ર અમદાવાદ-મહુવા વચ્ચે ફરજીયાત ડીઝલ વાપરવુ પડે છે તેમાં પણ તેમની આર્થીક ફાયદો થતો હોય સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ મંત્રી ભુપેશભાઇ મહેતાએ ભાવનગર ડીવીઝનના ડીઆરએમ.ને લેખીત રજૂઆત કરી બન્ને માગણીઓ સ્વીકારવા માંગ કરી છે.

(1:21 pm IST)