Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી જીલ્લાના ૪૧,૭૫૦ તરુણોને તા. ૦૩ જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન કામગીરી કરાશે.

સરકારી અને ખાનગી શાળામાં કેમ્પ યોજી બાળકોને રસીકરણ

મોરબી : કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સરકારે ૧૫ થી ૧૮ વર્ષના તરુણોને કોરોના રસીનો ડોઝ આપવાનું આયોજન કર્યું છે અને તા. ૦૩ જાન્યુઆરીથી તરુણોને રસી આપવાની કામગીરી શરુ કરવામાં આવશે જેમાં મોરબી જીલ્લામાં ૪૧,૭૫૦ બાળકોને રસી આપવામાં આવશે

જે રસીકરણ અભિયાન અંગે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લાની સરકારી અને ખાનગી શાળા પાસેથી મંગાવેલ ડેટા મુજબ ૧૫ થી ૧૮ વર્ષની વયના ૪૧,૭૫૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેથી શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને જે તે સરકારી શાળા અને ખાનગી શાળામાં જ બાળકોને રસી આપવામાં આવશે તે ઉપરાંત કોલેજના પ્રથમ વર્ષ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓનો પણ ડેટા મંગાવવામાં આવ્યો છે શાળામાં અભ્યાસ ના કરનાર ૧૫ થી ૧૮ વર્ષના તરુણોને રસી આપવા અલગ કેમ્પનું આયોજન કરાશે તેમ જણાવ્યું હતું.

(11:21 pm IST)