Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબીમાંથી મળેલ બે ભાઈ-બહેનના પરિવારને શોઘી બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું.

મોરબી જીલ્લામાં બે બાળકો કેરાળી ગામ પાસેથી મોરબી તાલુકા પોલીસને મળી આવતા આ અંગે જીલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીને જાણ કરવામાં આવી હતી

જેથી બંને બાળકોને જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજુ કરી બાળ સંભાળ ગૃહ મિશનરી ઓફ ચેરીટી ખાતે આશ્રય આપેલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધીકારી અનિલાબેન પીપલિયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર રીતેશકુમાર ગુપ્તા અને સામાજીક કાર્યકર રંજનબેન મકવાણા તેમજ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર વશરામ દેવાયત મેતાના સધન પ્રયાસથી બાળકોના પરિવારને શોધી મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઈ બદ્રકીયા અને તેઓની ટીમ દ્વારા બંને બાળકોને પરિવારમાં સોંપી પુનઃ સ્થાપનની કામગીરી કરવામાં આવી હતી.

(11:37 pm IST)