Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી ખાતે તા.૨ના નિઃશુલ્ક સર્વરોગ નિદાન, સારવાર કેમ્પનું કેમ્પ યોજાશે.

લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ અને HCG હોસ્પિટલ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાશે

મોરબી લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ તથા HCG સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ-રાજકોટના સહયોગથી આગામી તા.૨ જાન્યુઆરીના રોજ મેગા સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે.કેમ્પમાં ડોનેશન પણ આપી શકાશે તથા કાનના બહેરાશના મશીન રાહત દરે આપવામાં આવશે.

મોરબીમાં આયોજિત કેમ્પમાં ૧૫ જેટલાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર્સ આગામી તા.૨ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી,બેંક ઓફ બરોડા સામે,સરદાર રોડ,જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે દર્દીઓની તપાસણી કરશે.

આ કેમ્પમાં એચસીજીના નિષ્ણાંત ડોક્ટરોમાં હૃદયરોગ નિષ્ણાંત ડો.નિકુંજ કોટેચા અને ડો.પાર્શ્વ વોરા,કેન્સર/ફિઝિયોથેરાપી નિષ્ણાંત ડૉ.મોહિત મોદી,ફેફસાના રોગોના નિષ્ણાંત ડો.યશ રાણા,મગજની ગાંઠ, મણકાની સર્જરીના નિષ્ણાંત ડો.પાર્થ લાલયેતા,ડાયાબીટીસના નિષ્ણાંત ડો.જયેશ પટેલ,બી.પી.,ડાયાબીટીસ, શ્વાસ, તાવ, પેટના રોગોના નિષ્ણાંત ડો.મયુર સદાતિયા,કાન,નાક,ગળાના રોગોના નિષ્ણાંત,ચક્કરના રોગોના નિષ્ણાંત ડો.પ્રેયસ પંડ્યા ,હરસ,મસા, એપેન્ડિક,પથરીના નિષ્ણાંત ડો.આર.આર.ભૂત,સ્ત્રી રોગ નિષ્ણાંત,વૈધવ્ય નિવારણ નિષ્ણાંત ડો.સ્વાતિબેન પટેલ,હાડકાના રોગોના નિષ્ણાંત ડો.ચિન્મય ત્રિવેદી,બાળરોગ નિષ્ણાંત ડો.અંક્તિ સિનોજીયા,આંખના નિષ્ણાંત ડો.કૌશલ ચિખલીયા,ચામડીના રોગો નિષ્ણાંત ડો.અજય છત્રોલા દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવશે.
આ કેમ્પમાં લાભ લેનાર દર્દીઓને કાર્ડીઓગ્રામ તથા ડાયાબીટીસની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે તથા દવા પણ તદ્દન મફત આપવામાં આવશે.આ ઉપરાંત કાનની રસી,હાડકીનો સડો તથા બહેરાશ વાળા દર્દીઓને વિનામૂલ્યે ઓડિયોગ્રામ કરી આપવામાં આવશે તથા ૫૦%ના દરે કાનના બહેરાશના સાંભળવાના મશીન આપવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા મોરબી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાને અપીલ કરવામાં આવી છે.આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત નથી.

(11:46 pm IST)