Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી ૩૧મી ની ઉજવણી પૂર્વે જ પોલીસ સક્રિય : માળિયા હાઈવે પરથી ૪૬૮ બોટલ દારૂ ઝડપાયો : ૧.૮૯ લાખનો દારૂ, ૧૫ લાખની કાર સહિતનો મુદામાલ જપ્ત.

મોરબી : ૩૧ ડીસેમ્બરની ઉજવણીમાં દારૂનું દુષણ જોવા મળતું હોય છે અને દારૂની રેલમછેલ રોકવા પોલીસે અગાઉથી જ તૈયારી કરી દારૂની હેરાફેરી કરનાર સામે લાલ આંખ કરી છે જેમાં આજે માળિયા નેશનલ હાઈવે પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૪૬૮ બોટલનો જથ્થો લઈને જતા કારચાલકને ઝડપી લીધો છે અને ૧૬.૯૩ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

 મોરબી જીલ્લામાં નવા વર્ષની ઉજવણી સમયે પ્રોહીબીશનની બદી નાબુદ કરવા જીલ્લા એસપી સુબોધ ઓડેદરા અને મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમીને આધારે નેશનલ હાઈવે પરથી પસાર થતી કારને આંતરી લઈને કારમાં તલાશી લેતા વિવિધ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬૦ કીમત રૂ ૧.૩૫ લાખ તેમજ અન્ય બ્રાંડની બોટલ નંગ ૧૦૮ કીમત રૂ ૫૪,૦૦૦ મળીને ૧.૮૯ લાખનો દારૂ મળી આવતા પોલીસે કાર કીમત રૂ ૧૫ લાખ, ઈંગ્લીસ દારૂ કીમત રૂ ૧.૮૯ લાખ અને મોબાઈલ કીમત રૂ ૪ હજાર મળીને કુલ રૂ ૧૬.૯૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
અને કારમાં સવાર આરોપી ફેઝલ મહેમુદ શેખ (રહે નર્મદા હોલ પાસે કાલિકા પ્લોટ મોરબી મૂળ રહે જામનગર)ને ઝડપી લીધો છે તો અન્ય આરોપી વસીમ યુનુસ પલેજા(રહે કાંતિનગર વસુંધરા હોટલ પાછળ મોરબી ૨)નું નામ ખુલતા આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
 આ  કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:51 pm IST)