Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર મેગન સ્કટ માતા બનશેઃ ૨ વર્ષ પહેલા જેસ હોલિઓક સાથે લગ્ન કર્યા હતા

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર મેગન સ્કટના ઘરે ખુશી આવવાની છે. આ ક્રિકેટરે જાહેરાત કરી છે કે જલદી તેના ઘરે નવા મહેમાનનું આગમન થશે.

મેગનની ફીમેલ પાર્ટનર બનશે માતા

મેગન સ્કટએ ટ્વિટર પર ફોટો પોસ્ટ કરતા લખ્યું- આ રાઝ પરથી પડદો ઉઠાવતા જેસ અને હું ખુબ એક્સાઇટેડ છીએ. જેસને તે વાતની ખુશી છે કે તે મારા નાના રૂપને કેરી કરી રહી છે, તે ખુબ લકી છે. બેબી ગર્લ પર બલ્લી સવાર થઈ ચુકી છે.

2 વર્ષ પહેલા થયા હતા લગ્ન

ઉલ્લેખનીય છે કે મેગન સ્કટએ 31 માર્ચ 2019ના પોતાની ફીમેલ પાર્ટનર જેસ હોલિઓક સાથે લગ્ન કર્યા હદતા. તેની જાણકારી તેણે ટ્વિટર પર આપી હતી. મહિલા ક્રિકેટરે લખ્યું હતું કે આ તેના જીવનનો સૌથી શાનદાર દિવસ છે.

(4:42 pm IST)