Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

એશિયા કપ હોકી: રાજકુમાર પાલે ભારત માટે જીત્યો બ્રોન્ઝ મેડલ : મેન્સ હોકી ટીમે જાપાનને 1-0થી હરાવ્યું

નવી દિલ્હી: એશિયા કપ 2022માં ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને 1-0થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો. બુધવારે મલેશિયાના જકાર્તામાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ માટે એકમાત્ર ગોલ રાજકુમાર પાલે છઠ્ઠી મિનિટે કર્યો હતો. છેલ્લી ઘડીમાં 10 ખેલાડીઓ સાથે રમવા છતાં ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને બરાબરી કરવા દીધી ન હતી. મેચમાં જાપાનને 7 અને ભારતને માત્ર બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. એશિયા કપમાં ભારતીય ટીમે બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે.એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં આજે સાંજે કોરિયા અને મલેશિયા સામસામે ટકરાશે.

 

(6:23 pm IST)