Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ધોની ગામડાના વૈદ્ય પાસે ઘૂંટણની સારવાર કરાવે છે

વૈદ્ય જડીબુટ્ટીઓની મદદથી દર્દીઓની સારવાર કરે છે : વૈદ્ય દ્વારા ગાયના દૂધ, ઝાડની છાલ અને જંગલમાં મળતી બીજી જડી બુટ્ટીઓની મદદથી દવા બનાવવામાં આવે છે

રાંચી, તા.૧ : ભારતના સુપર સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની માટે તો દુનિયાની કોઈ પણ હોસ્પિટલમાં સારવાર કરાવવી એ કોઈ મોટી વાત નથી પણ દિગ્ગજ ક્રિકેટર આજકાલ એક નાનકડા ગામડામાં ઝાડ નીચે બેસીને પોતાની ઘૂંટણની ઈજાની સારવાર કરાવી રહ્યો છે.

ઝારખંડની રાજધાની રાંચી પાસે આવેલા ગામમાં એક ઝાડ નીચે બેસીને એક જાણીતા વૈદ્ય જંગલની જડીબુટ્ટીઓની મદદથી દર્દીઓની સારવાર કરે છે.

તેઓ દર્દી પાસે માત્ર ૨૦ રુપિયા દવાના અને ૨૦ રુપિયા જોવાના એમ ૪૦ રુપિયા ચાર્જ કરે છે. ધોની પાસે પણ આ વૈદ્ય ચાલીસ રુપિયા જ લઈ રહ્યા છે.

ગામમાં વૈદ્ય દ્વારા ગાયના દૂધ, ઝાડની છાલ અને જંગલમાં મળતી બીજી જડી બુટ્ટીઓની મદદથી દવા બનાવવામાં આવે છે.ધોની અહીંયા આવીને દવાના ચાર ડોઝ લઈ ચુકયો છે.તેના માતા પિતાની દવા પણ અહીંયા થી જ આવે છે.

એવુ કહેવાય છે કે, વૈદ્ય બંદન સિંહ ખેરવારની દવાથી ધોનીને ખાસી રાહત છે.તેઓ કહે છે કે, ધોની સામાન્ય દર્દીની જેમ આવે છે અને દવા લઈને પાછા જાય છે. જોકે જ્યારથી લોકોને ખબર પડવા માંડી છે કે, ધોની દવા લેવા આવે છે ત્યારથી ભીડ વધી ગઈ છે. એટલે ધોની ગાડીમાં બેસી રહે છે અને દવાનો ડોઝ લઈને પરત ફરી જાય છે.

 

 

 

(8:45 pm IST)