Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કોમનવેલ્‍થ ગેમ્‍સના સાઇકલીંગ ઇવેન્‍ટમાં ભયંકર અકસ્‍માત

ઇંગ્‍લેન્‍ડના ખેલાડી મેર વોલ્‍સને હોસ્‍પીટલે લઇ જવાયો

નવી દિલ્‍હી : કોમનવેલ્‍થ ગેમ્‍સ ૨૦૨૨ શરૂ થયાને ત્રણ દિવસ થઇ ગયા છે અને વિશ્વભરના દર્શકો અને ચાહકો તે જોઇ રહ્યા છે. કેટલીક રમત તરફ લોકો વધારે ધ્‍યાન આપી રહ્યા છે ત્‍યારે પુરૂષોની ૧૫ કી.મી સ્‍ક્રેચ સાઇકલીંગ રેસ જે લંડનમાં લી વેલી વેલો પાર્ક ખાતે યોજાઇ હતી. તેમાં ભયંકર દુર્ધટના બની હતી.ઇંગ્‍લેન્‍ડનો રાઇડર મેર વોલ્‍શ કેનેડાના રાઇડર ડેરેકની સાથે ભયંકર રીતે અથડાયો હતો. આ બન્ને ખેલાડીઓ વચ્‍ચેની અથડામણ એટલી જોરદાર હતી કે બન્ને બેરીયર્સ તોડીને પ્રેક્ષકોમાં પહોંચી ગયા હતા. ૨૪ વર્ષનો વોલ્‍સ ગંભીર રીતે ઘવાયો હતો. તેને મેદાન ખાતે લાંબા સમય સુધી સારવાર અપાયા પછી આખરે હોસ્‍પીટલમાં લઇ જવાયો હતો. જયારે ગી અને એસ્‍લે નામના સાયકલીંગોને પણ હોસ્‍પીટલમાં દાખલ કરાયા છે. દરમ્‍યાન બે દર્શકોને પણ ઇજાઓ થઇ હતી જોકે તેમને હોસ્‍પીટલમાં લઇ જવાની જરૂર નહોતી પડી.

(4:11 pm IST)