Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

યુવા ક્રિકેટર મુકેશ ચૌધરીએ ધોની એ આપેલી સલાહ સોશ્‍યલ મીડિયામાં શેર કરી

નવી દિલ્‍હી : યુવા ખેલાડીઓ ધોનીની ટીમમાં રહેવા આતુર હોય છ.ે તેની સલાહ લેવા અધીરા બનતા હોય છે.

આવા જ એક ઉભરતા ક્રિકેટરે એમએસ ધોની પાસેથી મળેલી સલાહ યાદ કરી છે. તે ચેન્નાઇ સુપર કિંગ્‍સનો યુવા ઝડપી બોલર મુકેશ ચૌધરી છે. ચૌધરીએ આઇપીએલી છેલ્લી સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્‍સ માટે રમવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણે કેપ્‍ટન ધોનીની પણ પ્રશંસા કરતા કહ્યું ધોનીએ મને કહેલુ કે જ્‍યારે મેદાન પર વસ્‍તુંઓ તેના માટે સારી ન હતી ત્‍યારે તેની ક્ષમતાઓ પર વિશ્વાસ કરો. દરેક ખેલાડી તેની કારર્કિદીમાં આવા તબક્કામાંથી પસાર થાય છે. મુકેશે ચેન્નાઇ સુપર કિંગ્‍સ ડોટ કોમ પર કહ્યું. મે કયારેય વિચાર્યુ ન હતું કે હું ચેન્નાઇ સુપર કિંગ્‍સ માટે રમીશ. જયારે હુ ટીમ બસમાં હતો (પ્રથમ વખત) ધોનીએ મારા ખભા પર હાથ મુકયો હતો ત્‍યારે હું એવુ હતો કે ‘ઓહ આ મારી સાથે થઇ રહ્યું છે અને મને ખૂબ ગર્વની લાગણી થઇ.

મારી પ્રથમ બે મેચમાં હુ મારી ક્ષમતા પ્રમાણે શ્રેષ્‍ઠ પ્રદર્શન કરી શકયો નહી. તેથી હું ધોની સાથે દરરોજ અને મેચોની વચ્‍ચે પણ વાત કરતો હતો.ધોનીએ મને કહ્યું ે મારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. ઋતુરાજ મારો મિત્ર છે. તેથી તે હંમેશા મારી સાથે હતો. ધોનીએ મને ટેકો આપ્‍યો અને મને વિશ્વાસ અપાવ્‍યો કે તમારી પાસે  બધુ છે. તમારે ફકત તમારામા વિશ્વાસ રાખવો પડશે. કારણ કે દરેક ખેલાડી જ્‍યારે આ તબક્કામાંથી પસાર થાય છે ત્‍યારે આવું થાય છે.

(4:12 pm IST)