Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ટીમ ઈન્ડિયાની વિન્ડીઝમાં હાઈકમિશ્નર સાથે મુલાકાત

નવી દિલ્હી :ટીમ ઈન્ડિયાઍ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટી-૨૦ મેચ પહેલા સેન્ટ કિટ્સમાં ભારતીય હાઈ કમિશ્નર દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. ક્રિકેટરોઍ હાઈ કમિશ્નર ડો.કે.જે. શ્રીનિવાસ સાથે મુલાકાત કરી હતી. બીસીસીઆઈઍ ઈવેન્ટની કેટલીક તસ્વીરો શેર કરતાં લખ્યુ ટીમ ઈન્ડિયા હાઈ કમિશ્નર ડો. કે. જે. શ્રીનિવાસ દ્વારા આયોજીત સત્તાવાર રીસેપ્શનમાં પહોîચી. આ કાર્યક્રમમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત દરેકે હાજરી આપી હતી. કમિશ્નરે ભારતીય કેપ્ટનને ઍક નાનુ સંભારણું પણ અર્પણ કર્યુ હતું.

 

(6:29 pm IST)