Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

CWG 2022: ભારતીય પુરુષોની ટેબલ ટેનિસ ટીમ પહોંચી કોમનવેલ્થ ગેમ્સની સેમી ફાઇનલમાં

નવી દિલ્હી: ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમ, હરમીત દેસાઇ અને જી સાથિયાનની જોડીએ પુરૂષ ડબલ્સમાં બાંગ્લાદેશના રામહિમિલિયન અને મોહતાસિનને 11-8 11-6 11-2થી હરાવી ભારતને 1-0ની લીડ અપાવી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે રવિવારે અહીં ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને 3-0થી હરાવીને કોમનવેલ્થ ગેમ્સની પુરુષોની ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અચંત શરથ કમલની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજમાં બાર્બાડોસ, સિંગાપોર અને ઉત્તરી આયર્લેન્ડને 3-0ના સમાન માર્જિનથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

(7:41 pm IST)