Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

હઝારે ટ્રોફીમાં સૌરાષ્‍ટ્ર અને મહારાષ્‍ટ્ર વચ્‍ચે આવતી કાલે ફાઇનલ

વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્‍ટમાં ગઇ કાલે કર્ણાટક(૪૯.૧ ઓવરમાં ૧૭૧ રન) ને સૌરાષ્‍ટ્ર (૩૬.૨ ઓવરમાં ૧૭૨/૫) એ સેમી ફાઇનલમાં પાંચ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સૌરાષ્‍ટ્રએ આ વિજય ખાસ કરીને જયદેવ ઉનડકટની ચાર અને પ્રેરક માંકડની બે વિકેટ ઉપરાંત જય ગોહિલના ૬૧ રનની મદદથી મેળવ્‍યો હતો. અમદાવાદમાં જ બીજી રોમાંચક સેમીમાં મહારાષ્‍ટ્ર(૫૦ ઓવરમાં ૩૫૦/૭) એ આસામને ૫૦ ઓવરમાં ૩૩૮/૮ ને ૧૨ રનથી હરાવીને ફાઇનલમાં એન્‍ટ્રી કરી હતી. મહારાષ્‍ટ્રની આ જીત ખાસ કરીને ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૧૬૮ રન, ૧૨૬ બોલ, છ સિક્‍સર, અઢાર ફોર) અને અંકિત બાવણે (૧૧૦ રન, ૮૯ બોલ, બે સિક્‍સર, દસ ફોર) ની સદીને આભારી હતી. ફાઇનલ આવતી કાલે અમદાવાદમાં જ રમાશે. 

(5:44 pm IST)