Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

લોન બોલમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ

ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યુ છે. ભારતની વિજય યાત્રા આગળ વધી છે અને આજે ફરી દેશની દીકરીઓએ દેશને મેડલ અપાવ્યો છે. લોન બોલ  ભારતીય મહિલા ટીમે ઈતિહાસ બનાવ્યો છે. લોન બોલમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો .ફાઈલનમાં દક્ષિણ આફ્રીકાને 17-10થી હરાવીને ભારતીય મહિલા ટીમે ભારત માટે ગોલ્ડ જીત્યો છે. ઈતિહાસમાં પહેલીવાર આ ઘટના બની છે. આ પહેલા ભારતે લોન બોલમાં ક્યારે મેડલ જીત્યો ના હતો.

ફાઈનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોરદાર મુકાબલો હતો. ભારતની ટીમે ખૂબ જ સારી શરૂઆત કરી હતી, પરંતુ 3 રાઉન્ડ બાદ સ્કોર 3-3ની બરાબરી પર હતો. આ પછી ભારતે જોરદાર જવાબ આપ્યો અને 7મા રાઉન્ડ પછી 8-2ની સ્કોર થયો. જો કે, આ લીડ ભારત સાથે લાંબો સમય ટકી શકી ન હતી અને આ રાઉન્ડ પછી દક્ષિણ આફ્રિકાએ લીડ લેવાનું શરૂ કર્યું હતું અને 12મા રાઉન્ડ પછી એક તબક્કે બંનેનો સ્કોર 10-10ની બરાબરી પર હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ પ્રભુત્વ જમાવ્યું અને લીડ મેળવી, જે અંત સુધી જાળવી રાખી. લવલી ચૌબે, રૂપા રાની તિર્કી, નયનમોની સૈકિયા, પિંકીની ચોકડી આજે દેશભરમાં વખણાઈ રહી છે. લૉન બોલની મહિલાઓની 4 ઈવેન્ટમાં ભારતે આ મેડલ જીત્યો હતો.

(9:52 pm IST)