Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

સેમી ફાલનલ માટે શ્રીલંકાની આશા હજી જીવંતઃ અફઘાનિસ્તાન આઉટ

મેન ફ ધ મેચ હસરંગાની ત્રણ કુમારાની બે વિકેટ, ધનંજયના અણનમ ૬૬

શ્રીલંકા ગઇ કાલે બ્રિસ્બેનમાં અફઘાનિસ્તાનને ૬ વિકેટ હરાવીને ટી૨૦ વર્લ્ડકપના ગ્રુપ ૧માંથી સેમી ફાઇનલમાં પહોîચવાની આશા જીવંત રાખી હતી. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ સુપર–૧૨ રાઉન્ડની બહાર થઇ ગઇ છે. માત્ર ૧૩ બોલમાં ત્રણ વિકેટ લેનાર સ્પિનર વનિન્દુ હસરંગાના આ તરખાટને કારણે જ મોહમ્મદ નબીની બેટિંગ–હરોળ તુટી પડી હતી. તેણે અફઘાનિસ્તાનની ઇનિંગ્સમાં ૭મી, ૧૧મી, ૧૪મી અને  ૨૦મી વર બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલર લાહિરુ કુમારાઍ ૩૦ રનમાં બે વિકેટ લીધી હતી.
લરાઉન્ડર ધનંજય ડિસિલ્વાઍ અફઘાનિસ્તાનની ઍક વિકેટ લીધા પછી બેટિંગમાં પણ પાવર બતાવ્યો હતો. તેણે વનડાઉનમાં રમીને ૪૨ બોલમાં બે સિકસર અને ફોરની મદદથી અણનમ ૬૬ રન બનાવ્યા હતા
અફઘાનિસ્તાનમાં કોઇના ૩૦ રન પણ નહીં
ઍ પહેલા અફઘાનિસ્તાને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ ઍનો ઍકેય બેટર શ્રીલંકન બોલર્સના ઍકધારા આક્રમણને લીધે ૩૦ રન પણ નહોતો બનાવી શકયો. પનર–વિકેટકીપર રહમનુલ્લા ગુરબઝના ૨૮ રન ટીમમાં હાઇઍસ્ટ હતા. અફઘાનિસ્તાનના ૧૪૪/૮ના જવાબનાં શ્રીલંકાઍ સાધારણ શરૂઆત કર્યા બાદ ધનંજયે ઍક છેડો સાચવી રાખ્યો હતો અને કેટલીક ઉપયોગી ભાગીદારી કરીને શ્રીલંકાને વિજયના દ્વાર સુધી પહોîચાડયુ હતું.
લેગ–સ્પિનર હસરંગાને મેન ફ ધ મેચનો ઍવોર્ડ અપાયો હતો.
અફઘાનિસ્તાનની ચારમાંથી બે મેચ ધોવાઇ ગઇ હતી.
મોહમ્મદ નબીના સુકાનમાં અફઘાનિસ્તાનની ટીમ આ વર્લ્ડકપમાં મોટા અપસેટ કરવાના આશય સાથે આવી હતી, પરંતુ ગઇકાલ સુધીમાં ઍની ચારમાંથી બે મેચ વરસાદને કારણે ન રમાતાં ઍના પ્લેયર્સને પોતાની કાબેલિયત પુરવાર કરવાનો મોકો જ નહોતો મળ્યો. ગઇકાલના પરાજય સાથે આ ટીમ સુપર–૧૨ રાઉન્ડની બહાર થઇ ગઇ હતી. ઍનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો, પરંતુ ન્યુઝીલેન્ડ અને આયરલેન્ડ સામેની મેચ વરસાદને લીધે અનિર્ણીત જાહેર થઇ હતી.

(4:27 pm IST)