Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, જા રૂટ, આર. અશ્વિન અને મોઇન અલીઍ ભારતીય જમીન ઉપર અઢળક રન ફટકાર્યા

નવી દિલ્લી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ચેન્નઈમાં રમાશે. બંને ટીમનો જુસ્સો બુલંદ છે. કેમ કે ઈંગ્લેન્ડે શ્રીલંકાને તેની જ જમીન પર 2-0થી હરાવીને સીરિઝ પોતાના નામે કરી. તો ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે 2-1થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. એવામાં એક નજર કરીએ બંને ટીમના 5 ખેલાડીઓ પર જેમણે ભારતીય જમીન પર અઢળક રન બનાવ્યા છે.

1. વિરાટ કોહલી:

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડની સામે ભારતમાં 9 ટેસ્ટ રમી છે. જેમાં તેણે 70.25ની એવરેજથી 843 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 2 અર્ધસદી ફટકારી છે.

2. ચેતેશ્વર પૂજારા:

ટેસ્ટમાં બેસ્ટ અને રાહુલ દ્વવિડ પછી ધ વોલ તરીકે જાણીતા ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ 9 મેચમાં 64.53ની એવરેજથી 839 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર સદી અને એક અર્ધસદી ફટકારી છે.

3. જો રૂટ:

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારત સામે 8 મેચ રમી છે. જેમાં તેણે 53.09ની એવરેજથી 584 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અર્ધસદી ફટકારી છે.

4. આર.અશ્વિન:

ટીમ ઈન્ડિયાના અનુભવી બોલર આર.અશ્વિને ઈંગ્લેન્ડ સામે માત્ર બોલથી જ નહીં પરંતુ બેટથી પણ કમાલ કરી છે. તેણે કુલ 9 મેચમાં 6 અર્ધસદીની મદદથી 549 રન બનાવ્યા છે.

5. મોઈન અલી:

ઈંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલીએ ભારત સામે પાંચ ટેસ્ટ મેચમાં 42.33ની એવરેજથી 381 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી અને એક અર્ધસદી ફટકારી છે.

(5:00 pm IST)